Tuesday, March 21

માંગરોળ શિવકુંજ અમૃતબાગ પાસે ૧૦૮ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો

0

માંગરોળ શ્રી સાગર મેમોરિયલ ટ્રસ્ટ તથા પુરોહિત પરિવાર દ્વારા શિવકુંજ ખાતે શાંતિકુંજ હરિદ્વારના વેદમાતાની પરમ કૃપાથી ગાયત્રી પરિવાર જામનગરના સહયોગથી સાગર મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ગૌ માતાના શુસ્વાસ્થ્ય અર્થે તથા પ્રવર્ત લમ્પી વાયરસથી મૃતક ગૌવંશના મોક્ષાર્થે અને સમસ્ત પિત્રુઓના મોક્ષાર્થે માંગરોળ પંથકમાં સૌપ્રથમવાર ૧૦૮ કુંડી ગાયત્રી મહાયજ્ઞ શાસ્ત્રોકત વિધિ સાથે યોજાયો હતો. તેમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શુદ્ધ મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. હવન પુર્ણ થયા પછી તમામ યજમાનો દ્વારા તેમજ તમામ ઉપસ્થિત દર્શનાર્થીઓ દ્વારા મહા આરતી કરી સમસ્ત ઉપસ્થિત લોકોએ મહા પ્રસાદીનો લાભ લીધો
હતો.

error: Content is protected !!