બાળકોનો ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યેનો અભિગમ શ્રેષ્ઠ બને અને આજના સમયમાં આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ભારતનું નામ રોશન કરે તે ઉદેશ્યથી ડો. હરિભાઈ ગોધાણી કેમ્પસમાં આવેલ શ્રી સરદાર પટેલમાં અને ઉ.માં શાળાના વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા છે. મેનેજીંગ ટ્રસ્ટી જે.કે. ઠેસિયાસરના અને જાેઈન્ટ મેનેજીંગ ટ્રસ્ટી મૃણાલિનીબેન ગોધાણીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ સાવલિયા મયુરી, શીંગાળા સૃષ્ટિ, વિસાવેલીયા મહેક, અપારનાથી શિવેન, વઘાસિયા પ્રથમ, બકોત્રા દક્ષ, મંગરોળિયા દર્શન, શેલડીયા યુગ સીટી મોન્ટેસરી સ્કૂલ લખનૌ ઉતર પ્રદેશ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં યોજાતી વિવિધ ૧૧ જેટલી સ્પર્ધાઓમાં તા.૫ થી ૮ નવેમ્બર સુધી ભાગ લેશે. સાયન્સ, મેથ્સ અને કમ્પ્યૂટર વિષયને પ્રોત્સાહન મળે તે હેતુથી યોજાતી આ કોન્ફરન્સમાં મોરેશિયસ, શ્રીલંકા, નેપાળ અને બ્રાઝિલ જેવા દેશોથી આવેલ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક અભિગમ સાથે સંસ્કૃતિ વિષયક ચર્ચા સંવાદો અને સાયન્સ, મેથ્સ અને કમ્પ્યૂટર અંગેની માહિતી એકત્ર કરશે. એ.પી.જે. અબ્દુલ કલામ યંગ સાયન્ટિસ્ટના પ્રણેતા ડો. ચંદ્રમૌલી જાેષી પણ આ કોન્ફરન્સમાં વિદ્યાર્થીઓ માટે ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડી રહ્યા છે. બાળકોને ઈવેન્ટની પૂર્વ તૈયારીમાં મહત્વની ભૂમિકા અદા કરનાર ઉપરોક્ત શાળાના એચઓડી હિરપરા અને માનસીબેને સારી જહેમત ઉઠાવી છે. ટીમ લીડર અને કેર ટેકર તરીકે ગોપાલ રાખોલીયા એક મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.