સોમનાથ કાર્તિકી પૂર્ણિમાનાં મેળામાં ઘુઘવાયો માનવ મહાસાગર

0

બે વર્ષ કોરોના નિયંત્રણનાં કારણે બંધ રહેલ સુપ્રસિધ્ધ ભગવાન સોમનાથ કાર્તિક પૂર્ણિમા મેળો આ વર્ષે અભૂતપૂર્વ માનવ મહેરામણ છલકાયો હતો. કાર્તિક પૂર્ણિમા ત્રિપુરારી પૂર્ણિમા છે. અને પૌરાણીક માન્યતા પ્રમાણે ત્રણ પુરોવાળો દેત્ય ત્રિપુર રાક્ષસ દેવોને ખુબ જ રંજાડતો હતો આથી દેવોની વિનંતીથી મહાદેવજીએ ત્રણ દિવસ સુધી સતત યુધ્ધ કરી તેનો નાશ કર્યો તેથી તે ત્રિપુરારી પૂનમ કહેવાય છે. અને આ વિજયની દેવોએ દિવળી મનાવી અને કાર્તિક પૂર્ણિમાએ તેની ઉજવણી કરી તેની યાદમાં કાર્તિક પૂર્ણિમા મેળો ભરાય છે.

error: Content is protected !!