સોમનાથ મહાદેવ મહામેરૂ પ્રાસાદનાં ગગનચુંબી ૧પ૧ ફુટ ઉંચા શિખર ઉપર કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ સોળે કળાયેલ પૂર્ણ રીતે ખીલેલો ચંદ્ર એવી રીતે સ્થિત થાય છે કે જાણે ભગવાન શિવે તેને મસ્તક ઉપર ધારણ કર્યો હોય તેવા અલૌકિક દ્રશ્યની શ્રધ્ધાની આંખે જાેનારા પ્રતિવર્ષ કાર્તિક પૂર્ણિમાની મધ્યરાત્રીએ શ્રધ્ધાળુ ભાવિકોને અનુભૂતિ થાય છે. આ મહાપર્વે સ્વયં ભગવાન ચંદ્ર કાર્તિક પૂર્ણિમાની મધ્યરાત્રીએ જયારે મહાદેવની મહાપૂજા થતી હોય અને મહાઆરતી થતી હોય ત્યારે આ ભવ્ય દેવાલયનાં શિખર ઉપર ચંદ્ર એવી વિશેષ રીતે પ્રકાશે છે કે જે ખગોળશાસ્ત્રીય વિશેષતા છે. તેમજ બીજ અને પછીનાં દિવસોમાં ચંદ્ર એવી રીતે શિખર ઉપર ગોઠવાઈ જાય છે કે જાણે ભગવાન શિવે તેને મસ્તક ઉપર ધારણ કર્યો હોય તેવું પુનમની મધ્યરાત્રીએ સીધી લીટીમાં શિખર ઉપર એવી રીતે ગોઠવાઈ જાય છે કે જાણે ભકિતભાવપૂર્વક શિવ સ્તવન કરી રહયા હોય એવી અનુભૂતિ થાય છે. ધર્મકથા અનુસાર શ્રાપમાંથી મુકત થવા ચંદ્રે પ્રભાસમાં શિવ આરાધના કરી હતી. અને જેનાં ફળસ્વરૂપ શિવ તેની ભકિત જાેઈ સ્વયં ચંદ્રને લલાટે સ્થાન આપ્યુ. અને જેથી સોમના નાથ એટલે સોમનાથ
કહેવાયા.