કૃષિ ઈજનેરીનાં સેમિનાર હોલમાં ખેડૂત તાલીમ શીબીર યોજાઈ

0

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના રિન્યુએબલ એનર્જી એન્જીનીયરીંગ વિભાગ હસ્તકની ઈન્ડિયા કો-ઓર્ડીનેટેડ રીસર્ચ પ્રોજેક્ટ ઓન પ્લાસ્ટિક એન્જીનીયરીંગ ઇન એગ્રીકલ્ચરલ સ્ટ્રકચર એન્ડ એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ યોજના અંતર્ગત સૌરઉર્જાનો ખેતીમાં ઉપયોગ અને ફાયદાઓના વિષય ઉપરની એક દિવસીય ખેડૂત તાલીમનું તા.૫-૧૧-૨૦૨૨ને શનિવારના રોજ કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી વિદ્યાલયના સેમીનાર હોલ ખાતે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ હતું. આ તાલીમમાં સૌરાષ્ટ્રના વિવિધ તાલુકાઓના ૬૩ પ્રગતિશીલ ખેડૂતભાઈઓએ ખુબજ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ. આ તાલીમના ઉદઘાટન સમારોહમાં અધ્યક્ષ સ્થાને જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના માનનીય કુલપતિ ડો. વી.પી. ચોવટિયા, કૃષિ ઇજનેરી વિદ્યાશાખાના પ્રિન્સીપાલ અને ડીન ડો. એન.કે. ગોંટીયા, રિન્યુએબલ એનર્જી એન્જીનીયરીંગ વિભાગના પ્રાધ્યાપક અને વડા ડો. પી.એમ. ચોહાણ, સહ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રી ડો. એચ.કે. છોડવડીયા, એઆઈસીઆરપી ઓન પીઈએએસઈએમ રિસર્ચ એન્જીનીયર ડો. જી.વી. પ્રજાપતિ, કૃષિ ઇજેનેરી વિદ્યાશાખાના વિભાગીય વડાઓ ડો. વી.કે. તિવારી, ડો. એચ.ડી. રાંક, નિવૃત સહ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રી ડો. જી.આર. ગોહિલ, યોજનાના પોષ્ટ હારવેસ્ટ એન્જીનીયર ડો. એસ.પી. ચોલેરા તેમજ રિન્યુએબલ એનર્જી વિભાગના મદદનીશ પ્રાધ્યાપકો ડો. એમ.એસ. દુલાવત, પ્રો. એસ.વી. કેલૈયા, પ્રો. એમ.જે. ગોજીયા વિગેરે ઉપસ્થિત રહેલ હતા. યોજનાના રિસર્ચ એન્જીયર દ્વારા ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું શબ્દથી ત્યારબાદ પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું. આ સમારોહના અધ્યક્ષ અને કુલપતિ ડો. વી.પી. ચોવટિયા દ્વારા ઉપસ્થિત તાલીમાર્થીઓને સૌરઉર્જાનો ખેતીમાં ઉપયોગનું મહત્વ અને તેનાથી ખેતી ખર્ચ ઘટાડવા અંગેની સવિસ્તાર માહિતી આપવામાં આવેલ હતી. પ્રિન્સીપાલ અને ડીન ડો. એન.કે. ગોંટીયા દ્વારા સૌરઉર્જાનું મહત્વ અને તેની નવી ટેકનોલોજી અપનાવીને આર્ત્મનિભર બનવા સર્વેને ઉદબોધિત સર્વમાં આવ્યા. તેમજ રિન્યુએબલ એનર્જી વિભાગના પ્રાધ્યાપક અને વડા ડો. પી.એમ. ચોહાણ દ્વારા ઉપસ્થિત તાલીમાર્થીઓને સૌરઉર્જા ક્ષેત્રે ઉપલબ્ધ આધુનિક ટેકનોલોજી એગ્રો વોલ્ટેઈક, સોલાર ફોટોવોલ્ટેઇક સિસ્ટમ, સોલાર રૂફટોપ, ગ્રીન હાઉસ વિગેરેના કૃષિ ક્ષેત્રે ઉપયોગીતા અને તેને અપનાવવા અનુરોધ કરવામાં આવેલ. ઉદઘાટન સમારોહના અંતે ઉપસ્થિત સર્વેનું આભાર દર્શન ડો. એસ. પી. ચોલેરા દ્વારા કરવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુંદર સંચાલન કૃષિ ઈજનેર ક્રિષ્ના વાજા દ્વારા કરવામાં આવેલ હતું. આ તાલીમના વિવિધ સેશનો દરમ્યાન તાલીમાર્થી ખેડૂતોને રિન્યુએબલ એનર્જી વિભાગના તજજ્ઞો ડો. પી.એમ. ચોહાણ, ડો. જી.વી. પ્રજાપતિ, ડો. એસ.પી. ચોલેરા, પ્રો. એસ.વી. કેલૈયા, ડો. એમ.એસ. દુલાવત તેમજ પ્રો. એમ.જે. ગોજીયા દ્વારા તેમના વ્યાખ્યાનોમાં સૌરઉર્જાનો ખેતીમાં ઉપયોગ વિષે સવિસ્તાર માહિતી આપવામાં આવેલ હતી. આ તાલીમ કાર્યક્રમને સફળ બનાવવા માટે રિન્યુએબલ એનર્જી એન્જી. વિભાગના તેમજ એઆઈસીઆરપી ઓન પીઈએએસઈએમ યોજનાના સ્ટાફ તેમજ એસ.આર.એફ. મનોજ સોજીત્રા, જગું મકવાણા વિગેરેએ ભારે જહેમત ઉઠાવેલ હતી.

error: Content is protected !!