જૂનાગઢમાં ઘોડીપાસાનાં જુગાર રમતા ૩ ઝડપાયા

0

જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ગઈકાલે દાતાર રોડ ઉપર આવેલ મુસાફર ખાનાનાં ડેલા નજીકથી જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ૩ શખ્સોને રૂા.૧ર,૧પ૦ની રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

બિલખાનાં બંધાળા ગામે ઝેરી ટીકડા પી જતા મૃત્યું
બિલખા તાબાનાં બંધાળા ગામે રહેતા હરિભાઈ પોપટભાઈ સુવાગીયા(ઉ.વ.૬૦)એ પૈસા ઉછીના લીધેલ હોય જે પરત આપવા માટે પૈસા ન હોય જેથી પોતાની વાડીએ ઝેરી ટીકડા પી જતા તેનું મૃત્યું થયું છે. જયારે અન્ય એક બનાવમાં કેશોદનાં ગેલાણા ગામનાં રૂપલબેન ભરતભાઈ ત્રિવેદી(ઉ.વ.૩૭) પોતાનાં ઘરે રસોડામાં હીટરનો ઈલેકટ્રીક શોર્ટ લાગતા તેમનું મૃત્યું થયું છે. કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!