Tuesday, May 30

જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિરે ભાવિકોની ભીડ

0

જૂનાગઢ ગરવા ગિરનારની પરીક્રમાં ચાલી રહેલ છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો પૂણ્યનું ભાથુ બાંધવા આવી પહોંચ્યા છે અને પરીક્રમા પુરી કરી અન્યત્ર દેવ દર્શન જાય છે ત્યારે ગિરનાર પર્વત સ્થિતમાં અંબાજીનાં મંદિરે દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ જાેવા મળી રહી હતી. મંદિરનાં મહંત પૂ. તનસુખગીરી બાપુનાં માર્ગદર્શ્ન હેઠળ દર્શનાર્થીઓ સહેલાથી દર્શન કરી શકે તે માટે સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં મંદિરનાં અભિષેકભાઈ, ભાર્ગવભાઈ અને વિજયભાઈ ત્રિવેદી વ્યવસ્થા સંભાળી રહયા છે.

error: Content is protected !!