Tuesday, May 30

દાતારબાપુની જગ્યાએ દર્શનાર્થે આવેલા પરિક્રમાર્થીઓ માટે પ્રસાદની વ્યવસ્થા

0

જૂનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલાદાતારની ધાર્મિક જગ્યામાં ગિરનાર પરિક્રમા કરવા પધારેલા પરિક્રમાર્થીઓએ પરિક્રમા પૂર્ણ કરી દાતાર બાપુના દર્શન કરવા પહોંચ્યા હતા. પૂજ્ય ભીમ બાપુ દ્વારા નીચે સીડી ચડતાની સાથે ડેમ સાઈટ ઉપર છાવણી ઉભી કરી નિઃશુલ ચા-પાણી અને ઠંડી છાશની સુંદર મજાની વ્યવસ્થા સેવકો દ્વારા સતત ખડે પગે રહી ઉભી કરાઈ હતી. આટલી લાંબી યાત્રા બાદ પણ યાત્રિકો ગિરનાર અને દાતરે દાતારના પર્વત ઉપર જઈ ચડ્યા હતા અને દાતાર બાપુના દર્શન કરી ધન્ય બન્યા હતા. સતત પાંચ દિવસ સુધી યાત્રિકોનો અવિરત પ્રવાહ વહેતો રહ્યો હતો.

error: Content is protected !!