સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને રાજકોટ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા સિનિયર સીટીઝન (૬૦ વર્ષથી ઉપરની) મહિલાઓ માટે જિલ્લા કક્ષાની રમતોનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે એથ્લેટિક્સની વિવિધ રમતો ૧૦૦મી દોડ, ૨૦૦મી દોડ, ગોળા ફેક, બરછી ફેક, જેવેલીયન થ્રો, લાંબી કૂદ સહિતની રમતોમાં ૨૨ થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહિલાઓએ વિવિધ સ્પર્ધઓમાં કૌશલ્ય, જાેશ અને ઉમંગ સાથે રમતોત્સવને માણ્યો હતો. સ્પર્ધાઓમાં ભાગ લેનાર મહિલાઓમાં ૨૦૦ મી., ૩૦૦ મી. વોકમાં નીલાબેન જીતેશભાઈ ચોટાઈ, ૧૦૦ મીટર દોડમાં લતાબેન ગોવિંદભાઈ કોઠારી, ચક્ર ફેંક અને બરછી ફેંકમાં સરલાબેન ગજાનનભાઈ દવે, ગોળા ફેંકમાં જ્યોતિબેન મનહરલાલ પરમાર, લાંબી કૂદમાં ભારતીબેન ભરતભાઈ પટેલ વિજેતા બન્યા હતા, વિજેતા ખેલાડીનું મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યુ હતું, રીફ્રેસમેન્ટ સાથે સ્પર્ધાની પુર્ણાહુતી કરવામાં આવેલ હોવાનું જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું. મહિલાઓ માટે આવતીકાલ તા. ૧૬-૩ ના રોજ ચેસ, તા. ૧૭-૩ના રોજ યોગાસન તેમજ રસ્સા ખેંચ સ્પર્ધા રેસકોર્સ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ યોજાશે.