ભારતમાં જાેવા મળતા ઈન્ફલ્યુએન્ઝા A H3N2થી બચવા માટે તકેદારી રાખવા સૂચના

0

ભારતમાં જાેવા મળતા H3N2 વાઇરસનો ફેલાવો અટકાવવા અને તેનાથી બચવા બાબતે જાહેર જનતા માટે ભારત સરકારે નીચે મુજબની માર્ગદર્શિકા જાહેર કરી છે. H3N2ની બીમારી ૩ થી ૫ દિવસ સુધી રહે છે, જેમાં તાવ અને ત્રણ અઠવાડિયા સુધી લાંબી ઉધરસ અને શરદી જાેવા મળી શકે છે. H3N2 ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણોમાં સતત ઉધરસ, માથાનો દુઃખાવો, તાવ અને સાઇનસ સંબંધિત લક્ષણોનો સમાવેશ થાય છે. લક્ષણો મોસમી ફલૂના વાયરસ જેવા જ હોય છે અને તેમાં તાવ અને શ્વસન સંબંધી લક્ષણો જેમ કે ઉધરસ અને વહેતું નાક અને સંભવતઃ અન્ય લક્ષણો, જેમાં શરીરમાં દુખાવો, ઉબકા, ઉલટી અથવા ઝાડા સામેલ હોઈ શકે છે. H3N2એ વર્તમાન શ્વાસોચ્છવાસની બીમારીનું મુખ્ય કારણ છે. જેમાં સીવિયર એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન(SARI)ના લક્ષણો જાેવા મળે છે. આ રોગની ગંભીર પરિસ્થિતિમાં દર્દીઓને ઓક્સિજનની અને ICUની જરૂર જણાઈ શકે છે. ત્યારે આ રોગના નિયંત્ર માટે નીચે મુજબના પગલાં લેવા આવકાર્ય છે. ચેપથી બચવા સાબુ અને પાણીથી હાથ ધોવા, જાે લક્ષણો હોય તો માસ્ક પહેરવું અને ભીડવાળી જગ્યાઓ જવાનું ટાળવું. છીંક અને ઉધરસ આવે ત્યારે મોં અને નાક ઢાંકવું, પુષ્કળ પ્રવાહી પીવું, આંખો અને નાકને સ્પર્શ કરવાનું ટાળવું, તાવ અને શરીરના દુઃખાવા માટે માત્ર પેરાસીટામોલ લેવી. કોઈ સાથે હાથ ન મિલાવવો અથવા અન્ય રીતે સંપર્ક ન કરવો, જાહેરમાં થૂંકવું નહીં, ડોક્ટરની સલાહ લીધા વિના એન્ટિબાયોટિક્સ અથવા અન્ય દવાઓ ન લેવી, બીજાની નજીક બેસીને સાથે ભોજન કરવું નહી.

error: Content is protected !!