જૂનાગઢ મહાનગર ભાજપ લઘુમતી મોરચાની કારોબારીની બેઠક મળી

0

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, પ્રદેશ લઘુમતી મોરચાના પ્રમુખ મોહસીનભઈ લોખંડવાલા, પ્રદેશ લઘુમતી મોરચાના મહામંત્રી અને ઝોન પ્રભારી નાહીનભાઈ કાઝી, જૂનાગઢ મહાનગર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, મહાનગર ભાજપ મહામંત્રી અને લઘુમતી મોરચાના પ્રભારી સંજયભાઈ મણવરની સુચનાથી અને પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મંત્રી હુસેનભાઈ દલની ઉપસ્થિતિમાં જૂનાગઢ મહાનગર ભાજપ લઘુમતી મોરચાની કારોબારી મહાનગર લઘુમતી મોરચાના પ્રમુખ શબ્બીરભાઈ અમરેલીયાના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ ખાતે ક્રિસ્ટલ કોમ્પ્લેક્ષમાં મહાનગર લઘુમતી મોરચાના મંત્રી અને એન્જિનિયર ઈસ્માઈલભાઈ દલની ઓફિસમાં તા.૧૯-૩-૨૦૨૩નાં સવારે ૧૧ કલાકે મળી હતી. જેમાં પ્રદેશ મંત્રી હુસેનભાઈ દલ, પ્રદેશ કારોબારી સભ્ય વહાબભાઈ કુરેશી, મહાનગર પ્રમુખ શબ્બીરભાઈ અમરેલીયા, મહાનગર મહામંત્રી સલીમભાઈ હાલા, ઉપ પ્રમુખો ઈસ્માઈલભાઈ દલ, અયુબખાન કલ્યાણી, નવાઝભાઈ શેખ, મહાનગર મંત્રી હનીફખાન પઠાણ, ફિરોજભાઈ ઠેબા, આઈ.ટી. સેલ કન્વીનર મહેમુદભાઈ બેલીમ, કારોબારી સભ્યો સાજીદખાન પઠાણ, આમંદભાઈ ગંભીર, યાસીનભાઈ હાલા, બાબીભાઈ, આમંદભાઈ શમા, વોર્ડ પ્રમુખો ફૈઝલબાપુ કાદરી, હૈદરભાઈ કુરેશી, વોર્ડ મહામંત્રીઓ જાબીરભાઈ કુરેશી, કામીલભાઈ સર્વદી, અયુબ બાપુ, ફારૂકભાઈ કોતલ વિગેરે હાજર રહ્યા હતા. આ કારોબારીમાં પ્રદેશ કારોબારીમાં પસાર થયેલા ઠરાવોનું વાંચન કરી આ ઠરાવોને સર્વાનુમતે અનુમોદન આપવામાં આવ્યું હતું. જેમાં રાજકીય ઠરાવ, ધન્યવાદ ઠરાવ, સરકારી યોજનાઓ અંગે અભિનંદન ઠરાવ, વિધાનસભાની ચુંટણીમાં જવલંત વિજય માટે અભિનંદન ઠરાવ, હજ નિતિ-૨૦૨૩ માટે આભાર ઠરાવ વિગેરે ઠરાવોનું વાંચન કરી અનુમોદન આપવામાં આવ્યું હતું. લઘુમતી મોરચાને પક્ષ તરફથી સોંપવામાં આવેલ કાર્યક્રમો અંગે અને લઘુમતી મોરચાના પોતાના વિશેષ કાર્યક્રમો અંગે તેમજ પક્ષના આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. પક્ષની નિધિ (ડોનેશન) અંગે અને કાર્યકરોની વિગતની ડેટા એન્ટ્રી અંગે તેમજ સરલ એપ ડાઉન લોડ કરવા અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. છેલ્લે કાર્યકરોના પ્રશ્નો અને તેના નિરાકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સમાપન સંબોધનમાં પ્રદેશ મંત્રી હુસેનભાઈ દલ એ બધાનો આભાર માની મીટીંગ પુર્ણ થયેલી જાહેર કરી હતી તેમ મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે.

error: Content is protected !!