જૂનાગઢમાં ૧૪,૬૪,૮૪૦ની છેતરપીંડી

0

જૂનાગઢમાં પ્લાસ્ટીકનો કાચો માલ તેમજ જીઈબીમાં પૈસા ભરવાનાં લઈ જઈ અને ફરિયાદીને ફરી નહી આપી છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યાનો એક બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ જીઈઆડીસી-ર, શ્રધ્ધા વે-બ્રીજ આગળની ગલીમાં માકડા પોલીમર્સ સી બીટ વિસ્તારમાં બનવા પામેલ છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢમાં બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અલ અકબર એપાર્ટમેન્ટ, બ્લોક નં-૧૦રમાં રહેતા અયાઝભાઈ હબીબભાઈ ઓડેદરા(ઉ.વ.૩ર)એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, મકુસુદભાઈ હાજીભાઈ માકડા, ફેજભાઈ મકુસુદભાઈ માકડા રહે.બંને કુરકાન ફલેટ મેઈન પોસ્ટ ઓફીસ સામે હિરાપન્ના પાછળ ધોરાજી વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, તા.ર૧-પ-ર૦રરથી તા.૯-૬-ર૦રર દરમ્યાન આ કામનાં આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ પ્લાસ્ટીકનો કાચો માલ કુલ રૂા.૧૪,૬૪,૮૪૦નો લઈ તથા જીઈબીમાં રૂા.૪,૦૦,૦૦૦ ભરવાનાં લઈ ગયેલ એમ ફરિયાદીને કુલ રૂા.૧૮,૬૪,૮૪૦ નહી આપી એકબીજાને મદદગારી કરી ફરિયાદી સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા તાલુકા પોલીસે આરોપી વિરૂધ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એસ.એ.ગઢવી ચલાવી રહ્યા છે.

error: Content is protected !!