નિસર્ગ નેચર ક્લબ-જૂનાગઢ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઈ

0

વર્ષોથી વન અને પર્યાવરણ, પશુ અને પક્ષીઓનું સંરક્ષણ કરતી સેવાભાવી સંસ્થા નિસર્ગ નેચર ક્લબ-જૂનાગઢ દ્વારા ગાંધીગ્રામ ગરબી ચોક સ્થિત નિસર્ગ કિડ્‌સ પ્લેહાઉસ અને નર્સરી ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સંસ્થાના પ્રમુખ ડો. પાર્થ ગણાત્રાએ બાળકોને ચકલીના માળા જાતે બનાવતા શીખડાવ્યા હતા અને લુપ્ત થતી ચકલીઓ તથા અન્ય પક્ષીઓને બચાવવા માર્ગદર્શન આપ્યું હતું અને બધા બાળકોને વિના મૂલ્યે ચકલીના માળા આપવામાં આવ્યા હતા. બાળકોએ હર્ષભેર ચકલીનાં માળા બનાવી અને ચકી બેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં વગેરે આનંદ અને ઉલ્લાસથી ગીતો ગાયા હતા. આ કાર્યકમમાં બાળકોને પ્રોત્સાહીત કરવા યોગાચાર્ય પ્રતાપભાઈ થાનકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે વિશ્વભરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા વર્ષ ૨૦૧૦ થી ૨૦ માર્ચને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અમારા નિસર્ગ નેચર ક્લબ-જૂનાગઢ દ્વારા પણ વર્ષોથી વિના મૂલ્યે ચકલીનાં માળાઓનું વિતરણ કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં ૧ લાખ કરતા પણ વધારે માળાઓનું વિના મૂલ્યે જૂનાગઢ તથા આજુબાજુના ગામડાઓમાં વિતરણ કરવામાં આવ્યું છે. જે લોકોને ચકલીના માળા જાેતા હોય એ લોકો અમારી તળાવ દરવાજા સ્થિત સંસ્થાની ઓફિસ -ષ્ઠ/ર્-ગણાત્રા ડેન્ટલ હોસ્પિટલ, સિટી પોઇન્ટ, પહેલા માળે, જૂનાગઢથી દરરોજ બપોરે ૧૨ થી ૧ વચ્ચે વિનામૂલ્યે મેળવી શકશે.

error: Content is protected !!