ખંભાળિયા સહિતના વિસ્તારોમાં ચોરી પ્રકરણના અડધો ડઝન ગુનેગારો ઝડપાયા

0

કોપર વાયર ચોરીના બનાવોનો ભેદ ઉકેલાયો : રૂા.૧.૬૯ લાખનો મુદ્દામાલ કબજે : એલસીબી પોલીસની કાર્યવાહી

ખંભાળિયા તથા દ્વારકા સહિતના વિસ્તારોમાં થોડા સમય પૂર્વે પવનચક્કીના ટાવરમાંથી અર્થીંગ કોપર વાયર તેમજ ઓઇલ ચોરી સંદર્ભના જુદા જુદા ગુનાઓમાં સંડોવાયેલી ચીટર ગેંગને દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે પકડી પાડી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એલસીબી પોલીસ દ્વારા જિલ્લામાં નોંધાયેલા જુદા-જુદા ચોરી સહિતના ગુનાઓનો ભેદ ઉકેલવા માટે કરવામાં આવેલી કાર્યવાહીમાં એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ બનાવવામાં આવેલી જુદીજુદી ટીમ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તેમજ જામનગર જિલ્લામાં આવેલા પવનચક્કીના ટાવરોમાંથી અર્થ્િંાગના કોપર વાયરની ચોરીના છેલ્લા એકાદ માસથી અનેક બનાવો નોંધાયા હતા. કોપર વાયરની ચોરીના આ આતંક સામે એલ.સી.બી.ના પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી તથા સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંતર્ગત જુદા જુદા વિસ્તારોના સીસીટીવી ફૂટેજ, પોકેટ કોપ, ઈ- ગુજકોપ તથા અન્ય સોફ્ટવેર અને એપ્લિકેશન મારફતે ચોરી પ્રકરણમાં અગાઉ પકડાયેલા રીઢા ગુનેગારોની માહિતી એકત્ર કરી, આ અંગેના અંકોડા મેળવી કરવામાં આવેલી કામગીરી અંતર્ગત પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તથા સ્ટાફના પેટ્રોલિંગ દરમ્યાન એએસઆઈ મસરીભાઈ ભારવાડીયાને મળેલી ખાનગી બાતમીના આધારે ખંભાળિયા તથા વાડીનાર વિસ્તારમાંથી કુલ છ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. જેમાં ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામના મૂળ રહીશ અને હાલ વાડીનાર ધાર ખાતે રહેતા નવાજ જુમા દેથા(ઉ.વ. ૨૭), આ જ ગામના રફીક ઉર્ફે રફલો અયુબ કાસમ સુંભણીયા(ઉ.વ. ૩૫), વાડીનારના ઈકબાલ મુસા કાસમ સુંભણીયા(ઉ.વ. ૨૮), જામનગર તાલુકાના સિક્કા ગામના હારૂન ઉર્ફે કારા જુનસ જેડા(ઉ.વ. ૧૮), હાલ વાડીનાર ગામે રહેતા કાંતિલાલ ઉર્ફે રાજુ પરબત માંગરીયા(મૂળ રહે. મોટી મારડ, તા.ધોરાજી, ઉ.વ. ૩૨) અને પીર લાખાસરનો આમીન સુલેમાન ખફી(ઉ.વ.૪૩) નામના છ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં અન્ય એક આરોપી એવા વાડીનાર ગામના મહેબૂબ ઉર્ફે ડાડીયોનું નામ પણ ખુલવા પામ્યું છે. જેથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. આ પ્રકરણમાં પોલીસે રૂપિયા ૧,૨૩,૧૯૬ની કિંમતનો ૨૭૪ કિલોગ્રામ કોપર વાયર, રૂા.૮,૦૦૦ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન, રૂા.૧૨,૮૧૦ રોકડા, રૂા.૧૭૫૦ની કિંમતનું ઓઇલ જેવું પ્રવાહી, ઈલેક્ટ્રીક વજન કાંટો, રૂપિયા ૨૦,૦૦૦નું એક મોટરસાયકલ સહિતનો કુલ રૂપિયા ૧,૬૮,૮૫૬ની કિંમતનો જુદો જુદો મુદ્દામાલ પણ કબજે લીધો છે. હાલ પોલીસને ખંભાળિયા, દ્વારકા તથા લાલપુરના બે ગુના મળી કુલ આ વર્ષમાં નોંધાયેલા કુલ ચાર ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા સાંપડી છે.પોલીસની પૂછતાછમાં ઝડપાયેલા આરોપી નવાઝ જુમા દેથા સામે વર્ષ ૨૦૧૩ થી વર્ષ ૨૦૨૨ દરમ્યાન ખંભાળિયા તથા લાલપુર પોલીસ મથકમાં ચોરી સહિતના મળી કુલ ૧૬ ગુનાઓ તેમજ આરોપી આમીન સુલેમાન ખફી સામે પણ ખંભાળિયા પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૩ તથા ૧૫માં ચોરી સહીત કુલ ત્રણ ગુનાઓ નોંધાયા છે. અગાઉ ઝડપાયેલો આરોપી નવાઝ જુમા મિલકત સંબંધી તથા અન્ય ગુનાઓમાં રીઢો આરોપી હોય, તે અહીંની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હોવાથી ખાસ કરીને પવનચક્કી વિસ્તારમાં રેકી કરીને રાત્રે ૮ થી ૧૦ વાગ્યા દરમ્યાન વોચમેનની સીફ્ટ બદલવાના સમયે પરિસ્થિતિનો લાભ લઈ અને પોતાની ટોળકીના માણસો સાથે મળી અને ચોરીના બનાવને અંજામ આપતો હતો. ઝડપાયેલા આ શખ્સોનો કબજાે હાલ ખંભાળિયા પોલીસને સોંપી અને રિમાન્ડ સહિતની કામગીરી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે ગોહિલ, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એ.એસ.આઈ. મશરીભાઈ ભારવાડીયા, વિપુલભાઈ ડાંગર, લાખાભાઈ પિંડારિયા, ગોવિંદભાઈ કરમુર, અરજણભાઈ આંબલીયા, મેહુલભાઈ રાઠોડ, સચિનભાઈ નકુમ ભાણવડના ભરતભાઈ ચાવડા, સુનિલભાઈ કાંબરીયા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!