સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમ ખાતે “બાળ આત્માઓના આધ્યાત્મિક પ્રવાસ”નું આયોજન : સૌરાષ્ટ્રભરમાંથી ૩૦૦થી વધુ બાળકો જાેડાયા

0

ફન એકિટવિટી સાથે યજ્ઞશાળા,ગૌશાળાની મુલાકાત અને ધ્યાનમાં સુંદર અનુભૂતિ બાળકોને થઈ : મોબાઈલથી થતું નુકશાન તેમજ ભૂમિ તત્વ અને આકાશ તત્વનો અનુભવ પ્રયોગો દ્વારા કરાવ્યો

વર્તમાન સમયમાં નાના બાળકોથી લઈને દરેક વ્યક્તિ સ્ટ્રેસ, ટેન્શન અને અસુરક્ષિતતા અનુભવે છે. ત્યારે ધ્યાન દ્વારા જીવનમાં શાંતિ સમાધાન અને ખુશીનું આગમન થઈ શકે છે. પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી પ્રેરિત સમર્પણ ધ્યાન સંસ્કાર દ્વારા સમગ્ર વિશ્વના લોકો ધ્યાનમાં જાેડાઇને જીવનમાં ખુશી અને આનંદ મેળવી રહ્યા છે. પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી કહે છે કે જાે બાળકોને નાનપણથી જ ધ્યાનમાં જાેડવામાં આવે તો તેઓનું જીવન ખૂબ જ સુંદર સમાધાની બને છે અને એટલા માટે જ સમર્પણ ધ્યાન સંસ્કાર દ્વારા દરેક જગ્યાએ બાળ સંસ્કાર કેન્દ્રો ચાલી રહ્યા છે. આ કેન્દ્રોમાં બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ સાથે ધ્યાન પણ શીખવવામાં આવી રહ્યું છે. સમગ્ર સૌરાષ્ટ્રના દરેક શહેરોમાં બાળ સંસ્કાર કેન્દ્રો ચાલી રહ્યા છે, આ બાળ સંસ્કાર કેન્દ્રના બાળકો માટે તા.૧૮ માર્ચના રોજ સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમમાં “બાળ આત્માઓના આધ્યાત્મિક પ્રવાસ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં સમગ્ર સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરોમાંથી બાળકોએ ભાગ લીધો હતો અને અમુક બાળકોના માતા-પિતાઓએ પણ ભાગ લીધો હતો. ૩૦૦થી પણ વધારે બાળકોએ સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમની મુલાકાત લીધી હતી. આ આધ્યાત્મિક પ્રવાસ દરેક બાળક અને માતા-પિતા માટે યાદગાર સાબિત થયો હતો. સવારે બસ દ્વારા બધા જ બાળકો આશ્રમ પહોંચ્યા હતા અને ત્યાં રજીસ્ટ્રેશન બાદ ગાદી સ્થાનની મુલાકાત લઈ ત્યાં ધ્યાન કર્યું હતું. ગુરૂ કાર્યની ટીમના સાધકોએ ત્યાં ગાદી સ્થાન વિષે સમજણ આપી હતી. ત્યારબાદ યજ્ઞશાળામાં યજ્ઞનું મહત્વ અને યજ્ઞ વિશે માહિતી આપવામાં આવી હતી. આશ્રમમાં સાત ચક્રો ઉપર આધારિત સાત કુટીર બનાવવામાં આવી છે તેની પણ બાળકોને માહિતી આપવામાં આવી હતી. શ્રી ગુરૂ શક્તિધામમાં પણ બાળકોએ ધ્યાન કર્યું હતું અને બપોરે ભોજન પ્રસાદ લઈ સાધક નિવાસમાં ગેમ ક્વિઝ વગેરે ફન એક્ટિવિટીનો આનંદ લીધો હતો. ગૌશાળામાં ભૂમિ તત્વ અને ગોબર નું મહત્વ અને તેના ફાયદા સમજાવ્યા હતા તેમજ પ્રયોગ દ્વારા ભૂમિ તત્વ અને આકાશ તત્વનો અનુભવ કરવામાં આવ્યો હતો. આજે બાળકો મોબાઇલ પાછળ પોતાનો કિંમતી સમય વેડફી રહ્યા છે ત્યારે પ્રયોગ દ્વારા સમજાવવામાં આવ્યું કે મોબાઈલ શરીરને કેટલો નુકશાન કારક સાબિત થાય છે. મોબાઈલ નજીક હોય છે ત્યારે બાળકોની એનર્જી ઓછી થાય છે તેની પ્રયોગ દ્વારા સમજણ આપવામાં આવી. સવારે ૧૦ વાગ્યાથી લઈ અને બપોરે ચાર વાગ્યા સુધી બાળકોએ આશ્રમના ચૈતન્ય નો લાભ લીધો હતો. “બાળ આત્માઓના આધ્યાત્મિક પ્રવાસ”ના આયોજનમાં સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમની ટીમ તેમજ બાળકો માટેનું ગુરૂકાર્ય કરનાર સાધક સધિકાઓની ટીમે પોતાનું યોગદાન આપ્યું હતું.

error: Content is protected !!