મામાના ઘરે આવેલા બાળકને શ્વાને ફાડી ખાતા પરિવાર શોકમાં ગરકાવ : તંત્ર દ્વારા રખડતા શ્વાનોને પૂરવા ભારે લોક માંગ
કોડીનારમાં શ્વાને બચકા ભરતા બાળકનું મોત થયું છે. જેમાં મામાના ઘરે આવેલા બાળકને શ્વાને બચકા ભર્યા હતા. ગઈકાલ સાંજે બાળકને શ્વાને ફાડી ખાતા મોત થયું છે. રાજ્યમાં વધુ એક બાળક શ્વાનનું ભોગ બન્યું છે. કોડીનાર રેલવે સ્ટેશન નજીક બાળકને શ્વાને ફાડી ખાધું હતું. તેમાં બાળકનું મોત થયું છે. ગીર ગઢડાના સોનપરા ગામનું બાળક પ્રિન્સ સંજયભાઈ કામળીયા(ઉં.વ.૩) પોતાના મામાના ઘરે કોડીનાર રેલવે સ્ટેશન નજીક આવ્યો હતો. જેમાં ગઈકાલ સાંજે આ ઘોઝારી ઘટના બની છે. આ દીકરો સાંજના સમયે ઘરની બહાર રમતો હતો એ સમયે બાજુમા બાવડો ની જાળીઓમાં રહેતા ૭ થી ૮ જેટલા શ્વાનો આવી આ બાળકને ફાડી ખાતા ઇજાગ્રસ્ત બાળકને પ્રથમ આર.એન. વાળા હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત ઘોષિત કરતા સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાયો છે. અત્રે ઉલ્લેખનીય છેકે શહેરમાં રખડતા શ્વાનોનો ખુબ જ ત્રાસ વધ્યો છે ત્યારે તંત્ર તરફથી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. જેમાં આ વખતે શ્વાને બાળકનો જીવ લઇ લીધો છે. ત્યારે તાત્કાલિક રખડતા શ્વાનોને તંત્ર દ્વારા પકડવામાં આવે તેવી શહેરીજનોની ઉગ્ર માંગ છે.