વિસાવદરના કાલસારી ગામેથી ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપાયો

0

વિસાવદર તાલુકાના કાલસારી ગામેથી ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી લેવામાં આવેલ છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર રેવર બળવંતસિંહ મદારસિંહેએ અલ્તાફભાઈ કાળવાતર, આસીફભાઈ રસુલભાઈ, મુસ્તાફભાઈ ચૌહાણ, નીસાર આગવાર, જુસબભાઈ વિગોર, સલીમભાઈ ચૌહાણ, જાવીદભાઈ દલ વિગેરે સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપીઓએ પોતાના હવાલા વાળા વાહનોમાં ઘઉં તથા ચોખાનો જથ્થો ભરી આધારપુરાવા રજુ નહી કરી અને કુલ જથ્થો ૧૬,૭૮૦ કિલો ઘઉ અને ચોખાનો જથ્થો અનઅધિકૃત રીતે રાખી અને ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા વિસાવદર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શેસાવનની જગ્યા પાસે આવેલ ડેરીમાંથી અજાણ્યા શખ્સ દ્વારા ચોરીનો પ્રયાસ
જૂનાગઢમાં ગિરનાર પર્વત જુની સીડીના ૩ર૦૦ પગથીયા પર આવેલ દિક્ષા કલ્યાણક ડેરીમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવેલ છે. મારૂતી નગર ખાતે રહેતા જગદીશચંદ્ર ધિરજલાલ(ઉ.વ.પ૭)એ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદી દેવચંદ લક્ષ્મીચંદ નામની પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરતા હોય અને આ પેઢી હસ્તકની ગીરનાર પર્વત ઉપર આવેલ શેસાવનની જગ્યા પાસે આવેલ દિક્ષા કલ્યાણ નામની ડેરીના દરવાજાના નકુચાના તાળા તોડી કોઈએ અંદર પ્રવેશ કરી જાળીના સળીયા વાળી દઈ ચોરી કરવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા ભવનાથ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!