ભાણવડ તાલુકાના પાછતર ખાતે પેટા આરોગ્ય કેન્દ્રનું ખાત મુહુર્ત કરતા પ્રવાસન અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા

0

અંદાજિત રૂા.૨૯ લાખના ખર્ચે અદ્યતન સુવિધા સાથે બનશે બિલ્ડીંગ

ભાણવડ તાલુકાના પાછતર ખાતે પેટા આરોગ્ય કેન્દ્રનું પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાની ઉપસ્થિતિમાં ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું. અંદાજિત રૂા.૨૯ લાખના ખર્ચે અદ્યતન સુવિધા સાથે બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવશે. આ તકે મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, અહીં પેટા આરોગ્ય કેન્દ્રનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પેટા આરોગ્ય કેન્દ્રથી ગ્રામ્ય વિસ્તારના લોકોને આરોગ્ય સુવિધા મળી રહેશે. વધુમાં જણાવ્યું કે, જે ગ્રામજનોએ આયુષ્યમાન કાર્ડ કઢાવવાના બાકી હોય તેઓએ વહેલી તકે આયુષ્યમાન કાર્ડ કઢાવી લેવા. અહીં બનનારા બિલ્ડીંગની જવાબદારી આપણા સૌ લોકોની છે. અને દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગના તમામ સ્ટાફે કાળજી રાખવી. આ ઉપરાંત મંત્રીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરી હતી અને ત્યાર બાદ ગ્રામજનો સાથે વિવિધ મુ્‌દાઓ ઉપર ચર્ચા કરી હતી. આ તકે અગ્રણી સાજણભાઈ રાવલિયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. જ્યારે તાલુકા હેલ્થ ઓફિસર પ્રકાશ ચાંડેગ્રાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. પાછતર ગામે અંદાજીત ૨૯ લાખના ખર્ચે નિર્માણ પામનાર પેટા આરોગ્ય કેન્દ્રમાં ફિમેલ હેલ્થ વર્કર માટે ક્વાર્ટર તેમજ ક્લિનિક રૂમ, વેઇટિંગ એરિયા, ડિલિવરી રૂમ જેવી સુવિધા હશે. અહીં મમતા દિવસ, નિરામય દિવસ, આરોગ્યની વિવિધ કામગીરીઓ કરવામાં આવશે. ભાણવડ તાલુકામાં હાલ પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ કુલ પાંત્રીસ પેટા આરોગ્ય કેન્દ્ર આવેલા છે.

error: Content is protected !!