યાત્રાધામ દ્વારકાનો દરિયો ગાંડાતુર બન્યો હતો. દ્વારકાના દરિયા કાઠે આવેલ ભડકેશ્વર દરિયાકિનારે ૧૫ થી ૨૦ ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા હતા. ગોમતીઘાટે પણ ૧૦ થી ૧૫ ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા જાેવા મળ્યા તે જ પવન સાથે દરિયામાં ભારે કરંટ જાેવા મલ્યો હતો. દરિયામાં ભારે કરંટ જાેવા મળ્યો ગોમતી ઘાટ ઉપર યાત્રિકો દરિયાઇ મોજાની મોજ માણતા નજરે પડ્યા હતા. ઓખા બંદરે બે નંબરનું સિગ્નલ લગાવ્યું છે. ખરાબ હવામાનને લઈને ઓખા બંદરે બે નંબરનું સિગ્નલ લગાવ્યું હતુ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.