રાજકોટ જિલ્લાની સરકારી બાલવાટિકાઓમાં ૧૬ દિવ્યાંગો સહિત ૧૧,૮૯૯ ભૂલકાંઓ પ્રવેશ મેળવશે

0

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અન્વયે ગુજરાતની દરેક સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટિકા શરૂ કરવાનો રાજ્ય સરકારે ર્નિણય કર્યો છે. તેથી, આ વર્ષે બાલવાટિકામાં પ્રવેશ પામનારા બાળકોનો પણ શાળા પ્રવેશોત્સવમાં સમાવેશ કરવામાં આવશે. પહેલી જુનના રોજ પાંચ વર્ષથી વધુ અને છ વર્ષ કરતા ઓછી વય હોય, તેવા બાળકોને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે. રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવની ૧૮મી શૃંખલા તા. ૧૨ થી ૧૪ જુન દરમિયાન યોજાશે. જે અન્વયે રાજકોટ જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારી બી. એસ. કૈલાના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૩-‘૨૪ માટે સરકારી શાળાઓની બાલવાટિકાઓમાં કુલ ૧૧,૮૯૯ ભૂલકાંઓ પ્રવેશ મેળવશે. શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૩ અંતર્ગત રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકામાં ૧ દિવ્યાંગ મળી કુલ ૨૦૮૪ બાળકો, જેતપુર તાલુકામાં ૧ દિવ્યાંગ મળી કુલ ૧૦૧૭ બાળકો, જામકંડોરણા તાલુકામાં કુલ ૫૭૧ બાળકો, પડધરી તાલુકામાં ૧ દિવ્યાંગ મળી કુલ ૬૧૬ બાળકો, ઉપલેટા તાલુકામાં કુલ ૯૭૩ બાળકો, કોટડાસાંગાણી તાલુકામાં ૧ દિવ્યાંગ મળી કુલ ૭૧૭ બાળકો, ધોરાજી તાલુકામાં ૨ દિવ્યાંગ મળી કુલ ૯૬૨ બાળકો, ગોંડલ તાલુકામાં ૮ દિવ્યાંગ મળી કુલ ૧૩૦૯ બાળકો, જસદણ તાલુકામાં ૧૫૮૯ બાળકો, લોધીકા તાલુકામાં ૧ દિવ્યાંગ મળી ૫૫૭ બાળકો તથા વિંછીયા તાલુકામાં ૧ દિવ્યાંગ મળી ૧૫૦૪ બાળકો સરકારી શાળાઓની બાલવાટિકાઓમાં પ્રવેશપાત્ર છે. આમ, રાજકોટ જિલ્લાની સરકારી બાલવાટિકાઓમાં ૧૬ દિવ્યાંગ બાળકો સહીત કુલ ૧૧,૮૯૯ બાળકોને પ્રવેશ અપાશે. રાજકોટ જિલ્લામાં ૬૦૮૬ કુમારો અને ૫૮૧૩ કન્યાઓને પ્રવેશ મળતાં શાળા પ્રવેશોત્સવ બાળકોના ભવિષ્યનું પ્રથમ સોપાન બની રહેશે.

error: Content is protected !!