સુરતમાં વરાછા પોલીસ સ્ટેશન હેઠળ ખૂન કરી નાસી છુટેલ આરોપીને ઉના પોલીસે ગાંગડા ગામ પાસેથી ઝડપી લીધો

0

ઉનાના ખત્રીવડા ગામે રહેતા મનીષ રામભાઈ શિયાળ સુરત વરાછા પોલીસ સ્ટેશન હેઠળ ખૂન અને વિવિધ ગંભીર ગુનાનો આરોપી નાસ્તો ફરતો હોય જિલ્લા પોલીસ વડા જાડેજા ડી. વાય. એસ.પી. ખેંગાર અને ઉનાના પોલીસ ઇન્સ્પેકટર ગૌસ્વામીની સૂચના અને માર્ગદર્શન હેઠળ પી. એસ. આઇ. જાડેજા એ. એસ. આઇ.ડી. એમ. પરમાર,પી.એચ. રાયજાદા, ધર્મેન્દ્રસિંહ પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે આરોપી ગાંગડા ટીંબી હાઇવે રોડ ઉપર હોટલ પાસે ઊભો છે. તુરંત પહોંચી પકડવા જતાં ભાગવા જતા પોલીસે પકડી ઉના પોલીસ સ્ટેશને લાવતા પોલીસે સુરત વરાછા પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસ લેવા આવી રહી છે. ઉના પોલીસે સુરતના ખૂનના ગુનાનો આરોપી પકડી સફળતા મેળવી હતી.

error: Content is protected !!