મેંદરડા તાલુકાના અમરાપુર ગામેથી ઈંગ્લીશ દારૂ સાથે ત્રણ ઝડપાયા

0

મેંદરડા પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે અમરાપુર નજીકથી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે આપેલી વિગત અનુસાર, મેંદરડા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જયદિપસિંહ મહિપતસિંહએ રવિભાઈ હેમતભાઈ ચાંડપા રહે.ભંડુરી, અરજણભાઈ પોપટભાઈ વાજા રહે.અમરાપુર, માલદેભાઈ અરશીભાઈ બરેજા રહે.અમરાપુર વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપી નં-૧નાએ પોતાના હવાલાની મોપેડ મો.સા.રજી.નં.જીજે-૩ર-ઈ-રરર૩ વાળીમાં ગે.કા.પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો રોયલ કલાસીક વ્હીસ્કી ૧૮૦ એમએલ ફોર સેલ ઈન રાજસ્થાન ઓન્લી લખેલ પાઉચ્‌ નંગઅ૩૦ કિ.રૂા.૩૦૦૦નો લઈ આવી આરોપી નં.ર તથા નં.૩ નાને આપી ઈંગ્લીશ દારૂની હેરાફેરીમાં એકબીજાને મદદગારી કરી ઈંગ્લીશ દારૂના ૧૮૦ એમએલના પાઉચ નંગ-૩૦ કિ.રૂા.૩૦૦૦ તથા મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂા.૩૦૦૦ તથા મોપેડ મો.સા.૧ કિ.રૂા.રપ૦૦૦ મળી આમ કુલ કિ.રૂા.૩૧,૦૦૦ના પ્રોહી મુદ્દામાલ સાથે ત્રણેય શખ્સોને ઝડપી લઈ તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ અને મેંદરડા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

માળીયા હાટીના તાલુકાના સરકડીયા ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા
માળીયા હાટીના તાલુકાના સરકડીયા ગામે પોલીસે જુગાર અંગે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રૂા.૧૬૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

માંગરોળના મેણેજ ગામે જુગાર રમતા સાત ઝડપાયા
માંગરોળ પોલીસે ગઈકાલે મેણેજ ગામે જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને કુલ રૂા.૪૬,૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!