વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૫- જૂન વિશ્વ પર્યાવરણ દિવસનાં રોજ દરિયાકાંઠાના રક્ષણ માટે મેન્ગ્રૂવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટસ એન્ડ ટેન્ગીબલ ઇન્કમ્સ(MISHTI ) પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલ હતો. તે પ્રોગ્રામ અંતર્ગત આવતીકાલે તા.૬ જુલાઈના રોજ સવારે ૮ વાગ્યે દ્વારકા રૂક્ષ્મણી મંદિર સામે હેલીપેડ પાસે MISHTI પ્રોગ્રામ અંતર્ગત મેંગરૂ(ચેર)ના રોપાનું વાવેતર ભુપેન્દ્ર યાદવ યુનિયન મિનિસ્ટર ફોર એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેન્ટ ચેન્જ, લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ ભારત સરકારનાં વરદ હસ્તે શુભારંભ થશે. આ પ્રસંગે મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પુનમબેન માડમ અને ધારાસભ્ય પબુભા માણેક ઉપસ્થિત રહેશે.