વેરાવળના સીનીયર પત્રકારને બીભત્સ શબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી : પોલીસ ફરિયાદ

0

વેરાવળના સીનીયર પત્રકારને વોટસઅપમાં તથા કોલ અને મેસેજ કરી બીભત્સ શબ્દો ભાંડી તેમને તથા તેમના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરેલ છે. આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળમાં આઇ.ડી.ચૌહાણ સ્કૂલની સામે ગ્રીન પાર્ક વિસ્તારમાં રહેતા અને ફીશીંગ બોટના સ્પેરપાર્ટસ તથા પ્રેસ રીપોર્ટર તરીકે કામ કરતા મહમદઇલીયાસ કાસમભાઇ સોરઠીયા(ઉ.વ.૫૩)ને ગત તા.૨૭-૬-૨૦૨૩ના સાંજના સમયે મો.નં.૯૮૯૮૦ ૨૨૭૬૮ ઉપર વોટસએપ એકાઉન્ટમાં ઓડીયો કલીપો આવેલ જેમાં વસીમ ઉર્ફે કવાલ ઓસમાણ ભામાણી રહે.લક્કી કોલોની વાળાએ તેના મો.નં. ૭૦૬૯૬ ૩૭૩૦૧ ઉપરથી આ રેકોડીંગ કરી મોકલાવેલ જેમાં બે ફામ રીતે બીભત્સ શબ્દો બોલી મહમદભાઇ તથા તેના પુત્ર અને પરીવારના ટુકડા કરી નાખવાની ધમકી આપતા મેસેજ મોકલાવેલ અને વસીમે જયાં ફરીયાદ કરવી હોય ત્યાં કરી દેવાની અને દુનિયામાં વસીમ માટે કોઇ જેલ બની જ નથી અને દશ દીવસમાં તારા તથા પરીવારના ટુકડા કરી નાખવા તેવું રેકોડીંગ સાંભળતા મહમદભાઇ હતપ્રત થઇ ગયેલ અને વસીમે મોકલાવેલ આશરે પંદરેક કલીપો મહમદભાઇના નાના ભાઇ મુનીરભાઇ તથા વસીમના ભાઇ તોફીકને મોકલાવેલ જેથી બન્નેએ વસીમ હવે તમને હેરાન નહીં કરે તેવું જણાવેલ પરંતુ બીજા દિવસે તા.૨૮-૬-૨૦૨૩ના બપોરના સમયે ફરીથી વસીમે તેના મોબાઇલ નંબર ઉપરથી વોટસઅપ મારફત મેસેજાે મોકલી જેમ ફાવે તેમ બીભત્સ શબ્દો લખેલ અને મારી નાખવાની તથા કટકા કરી નાખવાની ધમકી આપી હવે તારી છેલ્લી ઇદ થઇ ગયેલ તેવા મેસેજાે મોકલાવેલ હોય જેથી વસીમને ફોન કરી સમજાવતા ફોનમાં પણ જેમ ફાવે તેમ બીભત્સ શબ્દો બોલી મારી નાખવાની ધમકી આપતા મહમદભાઇ ભયભીત થઇ અને ગભરાઇ જતા તેમને હદય ઉપર દબાણ આવી જતા છાતીમાં દુઃખાવો ઉપડતા તાત્કાલીક વેરાવળની ખાનગી હોસ્પીટલ આદીત્ય બીરલામાં સારવારમાં ખસેડેલ હતા અને આ બનાવ અંગે વસીમ સામે પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આઇ.પી.સી. કલમ ૫૦૭ સહીતની કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરેલ છે.

error: Content is protected !!