દ્વારકા પીજીવીસીએલ તાબા હેઠળના કોન્ટ્રાક્ટર્સ દ્વારા માંગ નહી સ્વીકારતા આવેદનપત્ર પાઠવી અચોક્કસ મુદતની હડતાલ

0

બીપરજાેય વાવાઝોડાને લીધે દેવભૂમિ દ્વારકા જિલ્લાને ભારે પવન અને વરસાદને લીધે વ્યાપક અસર થઈ હોય રાજ્યભરમાંથી પીજીવીસીએલ દ્વારા કોન્ટ્રાક્ટરને કાર્યરત કરાયેલ હોય જેઓની માંગ ન સ્વીકારતા કોન્ટ્રાક્ટર્સ યુનિયન એસોસિયન દ્વારા પીજીવીસીએલ કચેરીએ આવેદનપત્ર પાઠવી અચોક્કસ મુદતને હડતાલ જાહેર કરેલ છે. કોન્ટ્રાક્ટર્સ યુનિયનના અગ્રણીના જણાવ્યા અનુસાર બીપરજાેય વાવાઝોડા અનુસંધાને દ્વારકા પીજીવીસીએલના તાબા હેઠળ દ્વારકા, કલ્યાણપુર, ભાટિયા અને ઓખા સબ ડિવિઝનમાં રાજ્યભરમાંથી કોન્ટ્રાક્ટર્સની ૧૪૦ ટીમો કાર્યરત છે. જેમાં ૪૫૦થી લેબર હાયર કરાયા હોય જેઓ દ્વારા ચારેય સબ ડિવિઝનના ૧૪૦ જેટલા ગામડાઓમાં કામો હાથ ધરાયા છે. નિયમ અનુસાર ૪૮ કલાકમાં બિલની ચુકવણી કરવાનું હોય જેની સામે અનેક મૌખિક રજૂઆતો કરવા છતાં ૨૨ દિવસથી કોન્ટ્રાક્ટરના બિલ પાસ થયેલ ન હોય લેબલ ચૂકવવું ડીઝલના ખર્ચા વર્ક ઓર્ડર જેવી પ્રાથમિક માંગણીઓ ન સંતોષતા કોન્ટ્રાક્ટર્સ યુનિયનના પ્રમુખ ઉપપ્રમુખને ઉપસ્થિતિમાં દ્વારકા પીજીવીસીએલ કચેરી આવેદનપત્ર પાઠવી જ્યાં સુધી તેઓની મુખ્યત્વે બિલના ચુકવણા વર્ક ઓર્ડરની ફાળવણી સહિતની અલગ અલગ માંગો ન સ્વીકારાય ત્યાં સુધી ના છૂટકે અચોક્કસ મુદતની હડતાલ સાથે કામ બંધ કરેલ હોવાનું જણાવ્યું હતું.

error: Content is protected !!