જૂનાગઢ અને ગીર-સોમનાથ સહિતના જીલ્લામાં ખરીફ પાકનું ઉજળુ ચિત્ર

0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં અને સૌરાષ્ટ્રભરમાં આ વર્ષે શરૂઆતમાં પડેલા ભારે વરસાદના કારણે ખરીફ પાકનું ચિત્ર ઉજળુ બન્યું છે અને જેના કારણે ખેડૂત વર્ગ ખુશખુશાલ બની અને ખેત કાર્યમાં લાગી ગયેલ છે. આ વરસાદે કયાંક ફાયદારૂપ બનીને વરસ્યો છે તો કયાંક નુકશાની પણ કરી છે. તેવા સંજાેગોમાં જૂનાગઢ જીલ્લો અને ગીર-સોમનાથ જીલ્લામાં વાવેતરનું ચિત્ર હાલ તો સારૂ જણાઈ રહ્યું છે. આ વર્ષે સોરઠમાં પડેલા ભારેથી અતિભારે વરસાદને લઈને ખરીફ પાકનું ચિત્ર ગત વર્ષની સરખામણીએ ૪૦ ટકા સારૂ જાેવા મળી રહ્યા છે. વર્ષ ર૦રરમાં તા.૧ જુલાઈ સુધીમાં જૂનાગઢ, ગીર-સોમનાથ તેમજ પોરબંદર જીલ્લામાં ૩,ર૦,રર૧ હેકટરમાં વાવેતર થયું હતું. તેની સરખામણીએ આ વર્ષે ર૦ર૩ના તા.૧ જુલાઈ સુધીમાં પ,૬૮,૧૧૭ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર કરી નાખવામાં આવતા ગત વર્ષની સરખામણીએ ઓણસાલ ૧,રર,૯૬૦ હેકટરના વાવેતરમાં વધારો થયો છે. જૂનાગઢ જીલ્લાની વાત કરીએ તો ગત વર્ષે આજની સ્થિતિએ ર૪પરપ૦ હેકટરમાં વાવેતર થયું હતું. જેની સરખામણીએ આ વર્ષે ૩૧૩૭૬પ હેકટરમાં વાવેતર થયું છે. જેમાં સૌથી વધુ મગફળીનું ૧૮૭૬૦ હેકટરમાં તો કપાસનું પ૩૧૮પ હેકટરમાં અને સોયાબીનનું પ૯૪૩૦ હેકટરમાં વાવેતર થયુું છે. જયારે ગત વર્ષે જીલ્લામાં આજની સ્થિતિએ મગફળીનું ૧૭૪૪૯પ હેકટરમાં, કપાસનું ૩૧૭૧૦ હેકટરમાં અને સોયાબીનનું ૩ર૬૩પ હેકટરમાં વાવેતર થયું હતું. તેવી જ રીતે ગીર-સોમનાથ જીલ્લામાં ગત વર્ષે આજની સ્થિતિએ ૧૩૮૮૧૭ હેકટરમાં વાવેતર થયું હતું. જેની સરખામણીએ આ વર્ષે ૧૪૭પપ૪ હેકટરમાં વાવેતર થયું છે. જેમાં સૌથી વધુ મગફળીનું ૭૭૭૩૦ હેકટરમાં તો કપાસનું ૧૬૯૪૭ હેકટરમાં અને સોયાબીનનું ૩૩૬ર૭ હેકટરમાં વાવેતર થયું છે. જયારે ગત વર્ષે જીલ્લામાં આજની સ્થિતિએ મગફળીનું ૮૪૭પર હેકટરમાં, કપસાનું ૧૮૩૩પ૯ હેકટરમાં અને સોયાબીનનું ર૧૭૩૮ હેકટરમાં વાવેતર થયું હતું. તેમજ પોરબંદર જીલ્લામાં ગત વર્ષે આજની સ્થિતિએ ૬૧૦૯૦ હેકટરમાં વાવેતર થયું હતું. જેની સરખામણીએ આ વર્ષે ૧૦૬૭૯૭ હેકટરમાં વાવેતર થયું છે. જેમાં સૌથી વધુ મગફળીનું ૭૪૩૩૦ હેકટરમાં, કપાસનું ૧૧ર૩પ હેકટરમાં અને સોયાબીનનું ૪૧પપ હેકટરમાં વાવેતર થયું છે. જયારે ગત વર્ષે જીલ્લામાં આજની સ્થિતિએ મગફળીનું ૪૭પ૦૦ હેકટરમાં, કપાસનું ૭૯૬૦ હેકટરમાં અને સોયાબીનનું ૧ર૦ હેકટરમાં વાવેતર થયું હતું.

error: Content is protected !!