જૂનાગઢ જીલ્લા પોલીસ વિભાગ દ્વારા માંગરોળમાં ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ

0

જૂનાગઢ જીલ્લા અને માંગરોળ પોલીસ વિભાગ દ્વારા માંગરોળ ખાતે આઝાદીના ૭૬ દિવસની પૂર્વ સંધ્યાએ ભવ્ય ત્રિરંગા યાત્રા નિકાડવામાં આવી હતી. મારી માટી મારો દેશ અંતર્ગત નિકાડવામા આવેલી આ ત્રિરંગા યાત્રામાં માગરોળના ખારવા સમાજ સહિત હિન્દુ સમાજ અને માંગરોળ મુસ્લિમ સમાજની જમીયત ઉલેમા-એ-હિંદ સહિતની વિવિધ સામાજિક સંસ્થાઓ અને સંગઠનો, શૈક્ષણિક તેમજ ધાર્મિક ઈદારાઓ પણ જાેડાતા પોલીસ વિભાગની આ ભવ્ય ત્રિરંગા યાત્રામાં હિન્દુ-મુસ્લિમ એકતાનાં પણ સુંદર દ્રશ્યો જાેવા મળ્યા હતા. આ વિરાટ ત્રિરંગા યાત્રાનું પ્રસ્થાન માંગરોળના દરીયા કીનારે આવેલ શહીદ સ્મારકથી કરવામાં આવ્યું હતું. શહીદ સ્મારક ઉપર માંગરોળના બે સહિત જવાન પ્રિન્સ મેજર મો. અલી શેખ અને લેફ્ટનન્ટ સુરેશજી સામંતને યાદ કરીને જીલ્લા પોલીસ વડા દ્વારા પૃષ્પાજંલી કરવામાં આવી હતી. આ સાથે હિન્દુ-મુસ્લિમ બંને સમાજના આગેવાનો એ પૃષ્પાજંલી કરી હતી. ‘ઈન્કલાબ જીંન્દાબાદ’, ‘આઝાદી અમર રહો’, ‘ સારે જહાંસે અચ્છા હિન્દુસ્તા હમારા’, ‘આધી રોટી ખાયેંગે લેકીન દેશ કો બચાએંગે’ ના નારાઓ સાથે નિકળેલી ભવ્ય ત્રિરંગા યાત્રા ચોપાટી થી, જુની દિવાદાંડી (લાઈટ હાઉસ), થઈ જહાનીયા પીરની દરગાહ, સોમનાથ ભવન થઈ નવી જેટી પર પર પહોચી હતી. માંગરોળ બંદર પરના ખારવા સમાજના આગેવાનો, બંદરની તમામ શાળાઓના બાળકો અને શહેરોમાંથી મદ્રેસાના તલબાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાથી વિદ્યાર્થીઓ તેમજ શહેરના મુસ્લિમ આગેવાન, યુવાનો પણ ઉત્સાહભેર બહોળી સંખ્યામાં ત્રિરંગા યાત્રામાં જાેડાયા હતા. ભવ્ય ત્રિરંગા યાત્રા પર ઠેર ઠેર મહિલાઓ દ્વારા પૃષ્પવર્ષા કરી ત્રિરંગા યાત્રાનું સ્વાગત કર્યુ હતું.
યાત્રાનાં અંતે લોકોને સંબોધિત કરતા જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ જણાવ્યું હતું. માંગરોળની આ ભૂમિ ઉપર રાષ્ટ્ર પ્રેમ સાથે તમામ ધર્મના લોકો અહીંયા એકત્રિત થયા છે. આપ સૌને વંદન કરૂં છું કે રાષ્ટ્રની આઝાદી અને અખંડિતતાને આવી જ રીતે એકતા સાથે આપણે સૌ ભારતના નાગરિકો સૌ એક રહીને જ્યારે દેશ માટેનો વિચાર કરીશું કે, હું નહીં પરંતુ મારો દેશ પ્રથમ આ વિચારધારા સાથે આપણે સૌ જ્યારે સાથે જાેડાશું ત્યારે દૂનિયાની કોઈ તાકાત ભારતને એક સમૃદ્ધ અને ઉન્નત રાષ્ટ્ર બનવાથી રોકી નહીં શકે. માંગરોળ ડીવાયએસપી દિનેશ કોડીયાતરે સૌ જનતાનો ત્રિરંગા યાત્રામાં જાેડાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

error: Content is protected !!