Sunday, September 24

કાલે ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે ભવ્ય સંતવાણી લોકડાયરો

0

ડો. વર્ષા મહેતા, દેવલ મહેતા, પ્રતાપ ગોરભા સહિતના કલાકારો કરશે જમાવટ

વિછીયા તાલુકાના સોમપીપળીયા શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રી શ્રાવણ માસ મેળો-ર૦ર૩ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો ઉજવાય રહ્યા છે. જેમાં સાંસ્કૃતિક તા.ર૬ને શનીવાર આવતીકાલે રાત્રે ઘેલા સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં રાત્રે ૯ઃ૩૦ કલાકે ભવ્ય સંતવાણી લોકડાયરો યોજાશે. જેમાં રાજકોટના લોકગાયીકા ડો. વર્ષા મહેતા, જૂનાગઢના સાહિત્યકાર દેવલ મહેતા તથા બોટાદના પ્રતાપ મહેતા(ગોરભા) સહિતના કલાકારો શિવ આરાધના સ્તુતી સાથે જમાવટ કરશે. આ ભવ્ય કાર્યક્રમનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આયોજક ટીમ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

error: Content is protected !!