Tuesday, September 26

શુક્રવારથી જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરે ઉપાધ્યાય પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન

0

પુર્વ નાયબ શિક્ષણ નિયામક આર.એસ.ઉપાધ્યાય પરિવાર દ્વારા આગામી તા.૧ સપ્ટેમ્બરને શુક્રવારથી ૯ સપ્ટેમ્બર સુધી શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જૂનાગઢ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલ છે.
ઉપાધ્યાય પરિવારના મોતી સ્વ.શશીકાન્ત વી. ઉપાધ્યાય, સ્વ.કુંદનબેન એસ.ઉપાધ્યાય, સ્વ.રશ્મીકાંત એસ.ઉપાધ્યાયના સહિત સદ્‌ગત પિતૃઓની સ્મૃતિમાં આ કથા યોજાઈ રહી છે. જેમાં દરરોજ બપોરે ૩-૩૦ થી ૭-૧પ કલાક સુધી શાસ્ત્રી સ્વામી કુંજ વિહારીદાસજી પોતાની આગવી શૈલીમાં સંગીતથી સુરાવલી સાથે કથાનું રસપાન કરાવશે.
કથા મનોરથી શ્રી રમેશભાી એસ.ઉપાધ્યાય પરિવાર ભાવનગર સેવા આપશે અને આયોજનને સફળ બનાવવા ચેરમેન દેવનંદનદાસજી તેમજ મુખ્ય કોઠારી શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી અને કોઠારી પી.પી.સ્વામીના માર્ગદર્શન હેઠળ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. ભગવાન શિવને અતિશય પ્રિય પવિત્ર શ્રાવણ માસમાં સૌ ભક્તોને આ કથા શ્રવણનો લાભ લેવા આર.એસ.ઉપાધ્યાય દ્વારા જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.

error: Content is protected !!