સોમનાથથી કાશી વિશ્વનાથ જયોર્તિલીંગ સીધી વીકલી ટ્રેનથી જાેડાશે

0

ભારત બાર જયોર્તિલીંગ પ્રથમ ભગવાનશ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ વિદેશના લાખો કરોડો આસ્થાપ્રેમી દર્શને આવતા રહે છે. આ ભાવિકો અને લાંબા રૂટના મુસાફરોની સુવિધાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલ્વે તંત્રે પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થાય તે પહેલા જ વેરાવળ-બનારસ સીધી વીકલી એકસપ્રેસ ટ્રેનને સત્તાવાર મંજુરી આપી દેવાઈ છે. હાલ સોમનાથ મહાદેવ જયોર્તિલીંગ સહીત ચાર જયોર્તિલીંગને સાંકળતી ટ્રેનો દોડી રહી છે. જેમાં સોમનાથ, દ્વારકા, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર અને તેમાં કાશી વિશ્વાનાથનો ઉમેરો થશે. આ લાંબા રૂટની અને સીધી ટ્રેન અને તે પણ કાશી વિશ્વનાથ સુધીની ટ્રેન મેળવવાનું શ્રેય ભાજપના કાર્યકર અને વેરાાવળ પીપલ્સ બેંકના ડાયરેકટર તથા રેલ્વે સલાહકાર સમીતીના સભ્ય મુકેશ ચોલેરા તથા તેમના સહયોગી હસુભાઈ કાનાબાર તથા વેસ્ટર્ન રેલ્વે જનરલ મેનેજર સહીત સમગ્ર તંત્રને ફાળે જાય છે. આ ટ્રેન ર૪ કોચની રહેશે. જે વેરાવળથી દર સોમવારે સવારે ૪.૧પ વાગ્યે ઉપડી કાશી મંગળવારે ૧૪.૩પએ પહોંચશે. આમ ૩૪ કલાક ર૦ મીનીટની મુસાફરી રહેશે. અને ટ્રેન સફર ર૦૧૦ કિમી રહેશે. કાશી-બનારસથી આ ટ્રેન સવારે ૭.૩૦ વાગ્યે ઉપડી ગુરૂવારે ૧૯ કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેનના રૂટમાં વેરાવળ, કેશોદ, જૂનાગઢ, જેતલસર, વડીયા દેવળી, ચીતલ, લાઠ, ઢસા, ધોળા જંકશન, બોટાદ, ધંધુકા, ધોળકા, સરખેજ, ગાંધીગ્રામ, સાબરમતી, અમદાવાદ, જેરાજપુર, નડીયાદ, આણંદ, ગોધરા, રતલામ, નાગદા, શમગ્રહ, કોટા, ગંગાપુર સીટી, બયાના, ફતેહપુર, સિક્રી, આગ્રા, ટુંડેલા, ઈટાવા, ગોવિંદપુરી, પ્રયાગરાજ, ગ્યાનપુર રોડ થઈ બનારસ પહોંચશે.

error: Content is protected !!