જૂનાગઢને મુંઝવતી ટ્રાફીક સમસ્યા માટે જીલ્લા પોલીસ વડા દ્વારા નવતર અભિયાન

0

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિત વધુ મજબુત બને તેમજ અસામાજીક પ્રવૃતિ સામે પણ કડક કાર્યવાહી કરીને અસામાજીક તત્વો વિરૂધ્ધ આકરી કામગીરીના પરિણામે શાંતીભર્યો માહોલ પ્રવર્તી રહયો છે. આ સાથે જ પોલીસની કામગીરીની સરાહના પણ કરવામાં આવી રહી છે. દરમ્યાન જૂનાગઢ શહેરની અતિ મુંજવતી એવી ટ્રાફીક સમસ્યાના હલ માટે જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવેલ છે અને ટ્રાફીક સમસ્યાના નિવારણ માટે જનતા પાસેથી સુચનો મંગાવવામાં આવ્યા છે. શહેરમાં આવેલા પાંચ જેટલા ટ્રાફીક અને ગીચતાવાળા આ પોઈન્ટ અંગે લોકોના સુચનો સ્વીકારી ત્યાર બાદ ટ્રાફીક સમસ્યાને હલ કરવા માટેની કામગીરી કરવામાં આવશે તેમ જાણવા મળે છે.
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા દ્વારા શહેરના મુખ્ય પાંચ માર્ગો ઉપરના ટ્રાફીક સમસ્યાને હલ કરવા માટે જાહેર જનતા પાસેથી સુચનો મેળવવા માટે સૌપ્રથમ વખત પોલીસ દ્વારા વોટસએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે.
જૂનાગઢ જીલ્લાના નવનિયુકત એસપી હર્ષદ મહેતા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી શહેરની ગંભીર એવી ટ્રાફીક સમસ્યાને હલ કરવા માટે અલગ અલગ અભિયાન શરૂ કરવામાં આવ્યા છે તેમાં હવે પોલીસ દ્વારા વોટસઅપ નંબર ૭૨૦૧૮ ૦૯૯૭૯ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વોટસઅપ નંબર ઉપર શહેરમાં આવેલા મુખય પાંચ માર્ગો અંગે સુચનો મંગાવ્યા છે.
આ માર્ગોમાં સરદાર પટેલ ચોકથી મોતીબાગ સર્કલ, મોતીબાગ સર્કલથી બાલાજી એવન્યુ, કાળવા ચોકથી આઝાદ ચોક થઈ ચિતાખાના ચોક અને કાળવા ચોકથી જયશ્રી રોડ થઈ વૈભવ ફાટક તેમજ ઝાંસી રાણી સર્કલથી એસટી ડેપો થઈ ગાંધીચોક સુધીના માર્ગો ઉપર ટ્રાફીકની સમસ્યા દુર કરવા માટે જાહેર જનતા પાસેથી સુચનો આપવા જણાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આ સુચનોને ધ્યાને રાખીને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

error: Content is protected !!