Saturday, September 23

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે રક્ષાબંધન પર્વની ઉજવણી

0

ભાઈ અને બહેનના અમર પ્રેમની ગાથા એવા રક્ષાબંધનની આજે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ભાવભેર અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જાે કે ભદ્રાની ગડમથલ વચ્ચે આજથી બે દિવસ સુધી એટલે કે આજે અને આવતીકાલે રક્ષાબંધન પર્વ મનાવવામાં આવશે. રક્ષાબંધન પર્વ નીમિતે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા રાખડી બજારોમાં ૧ રૂપિયાથી લઈને પ૦૦ રૂપિયા સુધી અને ર૦૦૦ હજારથી વધુ ડીઝાઈનો ધરાવતી રાખડીઓનું વેચાણ થયું છે. આજે રક્ષાબંધન પર્વે વિવિધ સંસ્થાઓ, સામાજીક સંસ્થાઓ દ્વારા રક્ષાબંધનના કાર્યક્રમો ઉજવાય રહયા છે. આજે નિર્ધારીત સમયે એટલે કે ૧ વાગ્યાથી સાંજના સમયગાળા દરમ્યાન રક્ષાબંધન પર્વ શાસ્ત્રોકત રીતે મનાવવામાં આવી રહેલ છે જયારે વિવિધ સ્થળોએ પણ સવારથી જ રક્ષાબંધનના પર્વની ઉજવણી થઈ રહી છે. બહેન પોતાના વિરાને કુમ કુમ તિલક કરી વધાવી તેમના સુખ સમૃધ્ધિ અને આયુષ્યની કામના કરી રક્ષારૂપી પોટલી બાંધે છે. જયારે ભાઈ પણ બહેનની સુરક્ષાનું વચન જીવનભર નિભાવે છે. આજે અનેક સ્થળોએ રક્ષાબંધનના કાર્યક્રમો ભાવપુર્ણ યોજવામાં આવી રહેલ છે.

error: Content is protected !!