‘મુકતાવલી મહાતપ’ની આરાધના વિશ્વની પ્રથમ અદ્‌ભૂત ઘટના

0

જૈન સંપ્રદાયના રાષ્ટ્ર સંત નમ્રમુની મહારાજના સાનિધ્યમાં ગઈકાલે પારસ ધામ ખાતે મુકતાવલી મહાતપ પારણાનો પ્રસંગ અતિભવ્યતાથી ઉજવાયો હતો. આ કઠીન તપસ્યા કરનારા વિશુદ્ધીજી મહાસતીજી મહારાજ સાહેબ સાવ નાની ઉમરના એટલે કે રર વર્ષના જ છે. અને તેઓએ આ કઠોર આરાધના કરી હતી તેની સમગ્ર વિશ્વમાં નોંધ લેવાય છે. અને તેમની આ કઠોર આરાધનાએ વિશ્વનો રેકોર્ડ બન્યો છે અને મહાસતીજીને આ એવોર્ડ ગઈકાલે અર્પણ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે આવેલ પારસધામ સંકુલમાં જૈન સમાજના અગ્રણી અને જૈન ધર્મગુરૂ રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજના મુખેથી ૧૮ મહિના પહેલા દીક્ષા અંગીકાર કરનાર મહાતપસ્વી પરમ વિશુદ્ધીજી મહાસતીજી દ્વારા છેલ્લા ૧૧ મહિનાથી ચાલી રહેલી ર૮પ ઉપવાસ સાથેની મુકતાવલી મહાતપ આરાધનાના પારણાનો પ્રસંગ ભવ્યતાથી અને ઐતિહાસીક વિરલ ઘટના સમો બન્યો હતો. ફકત રર વર્ષની ઉંમરે ઉગ્ર તપસ્યા કરનારા આ મહાન તપસ્વી પરમ પુજય વિશુદ્ધીજી મહાસતીજીની ઉપસ્થિત ભાવવંદના કરી હતી. અને કોટી કોટી વંદના સાથે આ મહાપ્રસંગને ઉજવવામાં આવ્યો હતો. સમગ્ર જૈન સમાજના છેલ્લા પ૦૦ વર્ષના ઈતિહાસમાં અને એકાદ કરોડ જૈન સમુદાયમાં ન કદી કોઈએ કરી હોય અને ન કદી કોઈએ જાણી કે સાંભળી હોય તેવી ર૮પ ઉપવાસ સાથેની મુકતાવલી મહાતપની આરાધના કરનારા રર વર્ષીય સાધ્વી રતનાના તપ અનુમોદના કરવા અનેક સંઘ અને અનેક સંસ્થાઓ તેમજ દેશ વિદેશના હજારો ભાવિકો આ તપતોસ્વમાં જાેડાયા હતા. ઈતિહાસના પાના ઉપર સુવર્ણ અક્ષરે લખાયેલ મુકતાવલી મહાતપના પારણાનો અવસર અદીત્ય, અનમોલ અને અદભુત પ્રસંગ હતો. રર વર્ષના જ સૌથી નાની ઉંમરના મહાતપસ્વી વિશુદ્ધીજી મહાસતીજીએ જે તપસ્યા કરી હતી તે અતિઉગ્ર તપસ્યા ગણાવી શકાય. ખાસ કરીને આ ઉગ્ર તપસ્યાની નોંધનીય બાબત એ છે કે આ તપસ્યા એક ઉપવાસથી ચડતા ક્રમે ૧૬ ઉપવાસ અને ૧૬ ઉપવાસથી ઉતરતા ક્રમે ૧ ઉપવાસ કરતા ૬૦ દિવસે પારણા સાથે આ ઉપવાસ ર૮પ દિવસે પહોંચે ત્યારે મુકતાવલી મહાતપ કહેવાય. ગઈકાલે મુકતાવલી મહાતપના પારણાનો અવસર ભાવપુર્વક અને રંગેચંગે ઉજવાયો હતો. આ તકે ખાસ ઉપસ્થિત રહેલા વર્લ્ડ રેકોર્ડ ઈન્ડીયાના પ્રમુખ પવન સોલંકીએ આ ઉગ્રથી ઉગ્ર મહાવલી તપ કરનારા મહાતપસ્વી વિશુદ્ધીજી મહાસતીજીને એવોર્ડ પણ અર્પણ કર્યો હતો. આ નોંધપાત્ર ઘટના અને ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાયેલા આ પારણાના અવસરે દેશ વિદેશમાંથી આવેલા હજારો ભાવીકો, વીઆઈપીઓ અને મહાનુભાવો તેમજ સંતો પણ ઉપસ્થિત રહયા હતા. નમ્રમુની મહારાજ સાહેબના માર્ગદર્શન અને આયોજકોના સંપુર્ણ આયોજન થકી આ કાર્ય દિપી ઉઠ્યું હતું. મુકતાવલી મહાતપ કરનારા વિશુદ્ધીજી મહાસતીજીએ ઉગ્ર તપસ્યા કરી અને વિશ્વ રેકોર્ડ નોંધાવ્યો છે ત્યારે નાની ઉંમરના આ મહાન તપસ્વીને સૌરાષ્ટ્ર ભૂમિ પરિવાર પણ કોટી કોટી વંદના કરે છે.

error: Content is protected !!