Thursday, September 28

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચિત્રકારે મેળવ્યું લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

0

કેનેડી ગામના કલાકારે મેળવેલી સિદ્ધિ બદલ શંકરાચાર્યજી દ્વારા સન્માન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જાણીતા અને હસ્તસિદ્ધ કલાકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી આકર્ષક કૃતિઓએ આ કલાકારને લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન અપાવ્યું છે. જે બદલ તેમને દ્વારકાના શંકરાચાર્યજી દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા અરવિંદભાઈ દેવરાજભાઈ ખાણધર દ્વારા તૈયાર કરવામાં આવેલી ૧૨૫૦ જેટલા ભગવાનના વિવિઘ આકર્ષક ઓઇલ પેન્ટિંગની સુંદર કલાકૃતિઓ મારફતે હિન્દુ સંસ્કૃતિ ઉજાગર કરવા બદલ તેમને લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધ લઇ, તેમને સર્ટિફિકેટ, ટ્રોફી તથા મેડલ એનાયત કરવામાં આવ્યા છે. આ અનેરી સીધી બદલ શ્રી દ્વારકાધીશ પીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજના વરદ હસ્તે અરવિંદભાઈ ખાણધરને આ એવોર્ડ તથા ટ્રોફી આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાત સરકારમાં પણ કેનેડી ગામના ચિત્રકાર અરવિંદભાઈ ખાણધરની નોંધ લેવામાં આવી છે. સાથે સાથે ગુજરાત ઇન્ફોર્મેશન વેબસાઈટમાં તેમની તસવીરો સમાવિષ્ટ કરવા સાથે તેમને રવીન્દ્રનાથ ટાગોર એવોર્ડ વિગેરે અનેકવિધ સન્માન મળી ચૂક્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાનકડા એવા ગામના ચિત્રકારને લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળતા સમગ્ર જિલ્લાનું ગૌરવ પણ વધ્યું છે.

error: Content is protected !!