ધામળેજના અંધ બાળકોએ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. ભાઈ-બહેનને પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન દિવસે બહેન ભાઈને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઈ ખવડાવે છે. ભાઈ બહેન કંઈક વસ્તુ ભેટ આપે છે. સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે રહેતા સામતભાઈ રામભાઈ સેવરાના જન્મથી ત્રણ બાળકો અંધ છે. જેમાં જાગૃતિબેન, કૌશિકભાઈ, જીગ્નેશભાઈ જન્મથી જ અંધ છે. જેમાં બંને દીકરાઓને તબલા, પેટી અને ભજનનો બહુ શોખ ધરાવે છે. સામતભાઈએ જણાવ્યા મુજબ તેઓને ત્રણે બાળકો જન્મથી અંધ છે, પોતે મજૂરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. આજે ઘરે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.(તસ્વીર ઃ જાદવભાઈ ચુડાસમા)