સોમનાથ વેરાવળ બ્રહ્મસમાજનું ગૌરવ વધારતી હિરવા જાેશી

0

તાજેતરમાં તા.૨૭મી ઓગસ્ટ ૨૦૨૩ના રોજ રાજકોટ ખાતે હિમાંશુ મકવાણા અને એકટર મોનલ પટેલ તેમજ ધી મકવાણા પ્રોડકશનની ટીમ દ્વારા ગુજરાત ફેશન સ્ટાર-૨૦૨૩ સીઝન-૨ ફેશનશોનું સફળ આયોજન ક૨ેલ હતું. જેમાં ફેશન કોરીયોગ્રાફર હર્ષ મોટીયાની, મીસ ઈન્ડીયા નિશા ચાવડા તેમજ મોડેલ અને એકટર ફાલુ દવે, નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના અલગ – અલગ મેગા સીટીમાંથી ઘણા મોડેલ પાર્ટીસીપેટ કરવા આવ્યા હતા. જેમાં કીડસ કેટેગરીમાં હાલ વેરાવળ(મુળ બગવદર-પોરબંદર)ના સુરેશ રમણીકલાલ જાેષી તથા માધવી સુરેશ જાેષીની પુત્રી હિરવા જાેષી(ઉ.વ.૭)એ તેમનું બેસ્ટ પર્ફોમન્સ આપી કીડ્‌સ કેટેગરીમાં ફર્સ્ટ રનર-અપનું સ્થાન મેળવી નિર્ણાયક તેમજ હિમાંશુ મકવાણા તથા એકટર મોનલ પટેલ તેમજ રાજકોટ જેસલરાજ ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રેસીડેન્ટ પુજાબા વનરાજસિંહ જાડેજા તથા ડી.કે. ૭ ન્યુઝ ચેનલ, રાજકોટના હસ્તે ટ્રોફી તથા સર્ટીફીકેટ મેળવી જાેષી પરિવાર તથા બ્રહ્મ સમાજનું નામ રોશન કરેલ હતું. આ ફેશન શોનું હોસ્ટીંગ દેવ્યાની જાગડ-રાજકોટએ કરેલ હતું.(તસ્વીર ઃ જાદવભાઈ ચુડાસમા)

error: Content is protected !!