દ્વારકા શહેર રઘુવંશી સમાજના નિશિતા રાજેશભાઈ જટણીયાએ હાલમાં અંગ્રેજી વિષયમાં પીએચડીની ડીગ્રી મેળવી દ્વારકા રઘુવંશી સમાજ તેમજ જટણીયા પરિવારનું ગૌરવ વધારેલ છે. ડો. નિશિતાએ છA Translation of Selected Critical Essays of Umashankar Joshi from Gujarati Into English with A Critical Introduction વિષય ઉપર ડો. કમલ મહેતા(પ્રોફેસર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)ના ગાઈડન્સ હેઠળ સંશોધન કરેલું છે. આ મહાશોધ નિબંધ તૈયાર કરી રજૂ કરતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ થિસિસને માન્ય રાખી phd(ડોક્ટરેટ)ની પદવી એનાયત કરવામાં આવી છે.