સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધીરાણ સહકારી મંડળીની પાંત્રીસમી સાધારણ સભા અને નિવૃત સભાસદોનો સન્માન સમારોહ કુલપતિ પ્રો. ગિરીશભાઈ ભીમાણી અને ઇફકોના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણીની ઉપસ્થિતિમાં યોજાયો

0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધીરાણ સહકારી મંડળીની પાંત્રીસમી સાધારણ સભા અને નિવૃત સભાસદોનો સન્માન સમારોહ કુલપતિ પ્રો. ગિરીશભાઈ ભીમાણી અને ઇફકોના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સંપ, સેવા અને સહકારની ભાવનાથી ચાલતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધીરાણ સહકારી મંડળી છત્રીસ વર્ષથી અવિરત કાર્ય કરી રહી છે. આ મંડળીની પાંત્રીસમી વાર્ષિક સાધારણસભા તા.૧૩-૯-૨૦૨૩ને બુધવારના રોજ સાંજે ૪ કલાકે આંકડાશાસ્ત્ર ભવનના સેમીનાર હોલમાં મળી હતી. પાત્રીસમી સાધારણ સભાની સાથોસાથ નિવૃત્ત અધ્યાપકોનો અભિવાદન સમારોહ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગીરીશભાઈ ભીમાણીના અધ્યક્ષ સ્થાને અને ઈફ્કોના ચેરમેન, દિલીપભાઈ સંઘાણીની મુખ્ય અતિથિ તરીકેની ઉપસ્થિતીમાં યોજાયો. જયારે અતિથી વિશેષ તરીકે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવનિયુક્ત કુલસચીવ ડો. હરીશભાઈ રૂપારેલીઆ ઉપસ્થિત રહ્યાં હતા. આ તકે મંડળીના સ્થાપક અને પૂર્વ પ્રમુખ પ્રો.યુ.વી. મણવર ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળી દ્વારા તાજેતરમાં નિવૃત થયેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકો પૈકીના પ્રો. હિરેનભાઈ જાેષી, પૂર્વ અધ્યક્ષ ભૌતિક શાસ્ત્ર ભવન, અને પ્રો.અનસુયાબેન ચોથાણી, પૂર્વ અધ્યક્ષ ઈતિહાસ ભવનનું ગરિમાપૂર્ણ અભિવાદન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે નવા જાેડાયેલા ૧૨ અધ્યાપકોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. નવનિયુકત અઘ્યાપકોને આ સહકારી સંસ્થાની કાર્યપ્રણાલીથી માહિતગાર કરવામાં આવ્યા હતા. શાબ્દિક સ્વાગત કરતા મંડળીના પ્રમુખ પ્રો. જયદીપસિંહ ડોડીયાએ કુલપતિ પ્રો. ગિરિશભાઈ ભીમાણી અને ઇફકો, એન. સી. યુ. આઈ. અને ગુજકોમાશોલના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણીને આવકારતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિનયન, વાણિજ્ય અને કાયદા જેવી ત્રણ ત્રણ મહત્વની વિદ્યાશાખાના સ્નાતક એવા ભૂમિપુત્ર દિલીપભાઈ સંઘાણી એન.સી.યુ.આઈ., ઇફકો અને ગુજકોમાશોલ જેવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતનામ સહકારી સંસ્થાઓના અધ્યક્ષ બને તે આપણાં સૌ માટે ગૌરવપ્રદ ઘટના છે. સન્માનિત પ્રાધ્યાપકો પ્રો. હિરેન જાેશી અને પ્રો. અનસુયાબેન ચોથાણીએ આ સહકારી સંસ્થાની સેવાઓને બિરદાવી હતી. પ્રાસંગિક ઉદબોધન કરતા મુખ્ય મહેમાન દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું કે “ વિશ્વકક્ષાએ જેમની લોકપ્રિયતા ટોચ ઉપર છે એવા આપણાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી થઈ રહી હતી. ત્યારે દેશમાં પ્રથમ વખત અલગથી સહકાર મંત્રાલયની રચના કરવામાં આવી છે. સહકાર ક્ષેત્રથી પરિચિત અને અનુભવી અમિત શાહ દેશના પ્રથમ સહકાર મંત્રી તરીકે કામગીરી જાેઈ રહ્યા છે. નવા સહકાર મંત્રાલયની રચના બાદ સરકાર સહકાર યુનિવર્સિટી પણ બનાવવાની યોજના તરફ મક્કમ રીતે આગળ વધી રહી છે. નવા સહકાર મંત્રાલયની રચના બાદ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહકારથી સમૃદ્ધિ નું સૂત્ર આપ્યું છે. જેને સાકાર કરવા માટે દેશ-પ્રદેશની તમામ સહકારી સંસ્થાઓ જાેડાઈ ગઈ છે. કોરોના મહામારીના સમયે પણ સહકારી સંસ્થાઓએ પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ આબેહૂબ નિભાવ્યું છે. દેશના છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાના લાભો અને તેમને મળવાપાત્ર સહાય મળે તે માટે અમે કટિબદ્ધ છીએ. એન.સી.યુ.આઈ એટલે કે નેશનલ કો. ઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા ના માધ્યમથી દેશના દરેક ગામ તાલુકા અને નગર સુધીની સહકારી સંસ્થાઓ સહકારથી સમૃદ્ધિ સંકલ્પ સિદ્ધ કરવા માટે કામ કરી રહી છે. દિલીપભાઈ સંઘાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ સહકારના ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમ ચાલુ કરે તેવી ટકોર કરી હતી અને આ બાબત પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સત્તાધીશોના વિચારાઘીન છે.” સમારોહના અધ્યક્ષ સ્થાનેથી બોલતા કુલપતિ ડો. ગિરીશભાઈ ભીમાણીએ જણાવ્યું હતું કે “યુનિવર્સિટીમાં કાર્યરત આ સહકારી મંડળીનો લાભ અનેક અધ્યાપકોએ લીધો જેમાં એક હું પણ હતો. આ મંડળી પોતાના સૂત્રને સાર્થક કરે છે. અધ્યાપકોને પણ એક પ્રકારની માનસિક શાંતિ છે કે આ સહકારી મંડળી છે તો આપણને ક્યારેય આર્થિક સમસ્યાઓ નહિ થાય. કોરોના સમયમાં પણ અધ્યાપકોને જરૂરી સહાય મંડળી દ્વારા તાત્કાલિક ધોરણે મળી એ આવકારદાયક છે.” આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અધ્યાપકોની સહકારી મંડળીના વર્તમાન પ્રમુખ પ્રો.જયદીપસિંહ ડોડીયા, ઉપપ્રમુખ ડો.જે.એ. ભાલોડીયા, મંત્રી પ્રો. વી.જે. કનેરીયા, સહમંત્રી ડો.યોગેશભાઈ જાેગસણ, ખજાનચી ડો.રંજનબેન ખૂંટ, કારોબારી સભ્યો પ્રો.સંજય ભાઈ ભાયાણી, પ્રો.આર. બી. ઝાલા, પ્રો.અતુલભાઈ ગોસાઈ, પ્રો.નિકેશભાઈ શાહ, ડો. રેખાબા જાડેજા, ડો. મનીષભાઈ શાહ, ડો.અશ્વિનભાઈ સોલંકી અને ડો.ભરતભાઈ ખેર જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સહમંત્રી ડો. યોગેશ જાેગસણ દ્વારા કરવામાં આવ્યું હતું. આભારવિધિ ઉપપ્રમુખ ડો. જયંત ભાલોડિયા દ્વારા કરવામાં આવી હતી. શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ગોધરાના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ, પૂર્વ પ્રમુખ ભરતભાઈ મહેતા, પૂર્વ પ્રમુખ પ્રો. ગિરિશભાઈ ત્રિવેદી અને આ સહકારી મંડળીના પૂર્વ ખજાનચી ડો. વર્ષાબેન ત્રિવેદી (અમેરિકા) એ કાર્યક્રમને સફળતા ઈચ્છતા સંદેશા મોકલાવ્યા હતા.

error: Content is protected !!