Saturday, September 23

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૭૩માં જન્મદિવસ નિમિત્તે ગીર-સોમનાથમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા ભારત વિકાસ પરિષદના સહયોગ દ્વારા યોજાઈ યોગ શિબિર

0

ગુજરાતના જન-જન સુધી યોગ પહોંચાડવા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રણેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૭૩માં જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં દ્વિ દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. જેના ભાગરૂપે ગીર-સોમનાથમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા ભારત વિકાસ પરિષદના સહયોગ દ્વારા બીજા દિવસે પણ વિશાળ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા નિર્મિત, ભારત વિકાસ પરિષદ સંચાલિત સ્વ. દયાશંકર ઓઝા કોમ્યુનિટી હોલ, વેરાવળ ખાતે યોજાયેલ શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યના ૭૩ સ્થાનો ઉપર ૭૩,૦૦૦ યોગ સાધકો દ્વારા ૭,૩૦,૦૦૦ સુર્ય નમસ્કારની વડાપ્રધાનને યોગમય ભેટ આપવામાં આવી હતી.

error: Content is protected !!