ગીરીરાજ સોસાયટીમાં આવેલ સોનલ એપાર્ટમેન્ટમાં ગણપતી ઉત્સવની ઉજવણી

0

જૂનાગઢમાં ગિરિરાજ સોસાયટીમાં આવેલ સોનલ એપાર્ટમેન્ટમાં શ્રી ગણેશ મહોત્સવ ખૂબ ધામધૂમ પૂર્વક યોજાય રહયો છે. દરરોજ આરતી, પ્રસાદી અને અલગ અલગ પરિવારો અને સોસાયટીના રહીશો સાથે મિત્રો પરિવારો તરફથી ઉત્સાહપૂર્વક અને પૂર્ણ શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહેલ છે. દિન પ્રતિદીન ધર્મ પ્રેમીઓ તરફથી ખૂબ સરસ રીતે દર્શન આરતી અને ગણેશ દાદાના આશીર્વાદો સાથે ખૂબ ખૂબ આનંદથી અમુલ્ય ગણેશ મહોત્સવનો લાભ લઈ રહ્યા છે. આ ગણેશ મહોત્સવના મુખ્ય યજમાન હરદેવસિંહ ગોહિલ પરિવાર દ્વારા અને સોનલ એપાર્ટમેન્ટ તમામ પરિવારો ખૂબ આનંદ અને ધામ ધૂમથી પ્રસંગ ઉજવાય રહ્યો છે.

error: Content is protected !!