દશનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળ કેશોદ દ્વારા નવરાત્રી મહોત્સવ ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું. રાસ ગરબાની શરૂઆત રાષ્ટ્રગીત વગાડી કરવામાં આવી હતી. ખેલૈયાઓ તેમજ દર્શકોના સ્વાસ્થને ધ્યાનમાં રાખી લીંબુ શરબત પીવડાવવામાં આવી રહ્યું છે. રાસ ગરબા પૂરા કર્યા બાદ દરરોજ રાત્રે નાસ્તાનું ખાસ આયોજન કરવામાં આવે છે. વરાત્રી મહોત્સવ ૨૦૨૩માં કેશોદ સહિત શહેરમાંથી જ્ઞાતિના અગ્રણી આગેવાનો અને મહાનુભાવો જાેડાયા હતા. દરેક મહેમાનોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવે છે. નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા જ્ઞાતિ મંડળ કેશોદના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કાર્યકરો ખાસ જહેમત ઉઠાવી રહ્યા છે.