જૂનાગઢમાં બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા નવરાત્રિના દિવસો આવતીકાલ તા.૨૦ થી તા.૨૨ ઓક્ટોબર શુક્રવારથી રવિવાર સુધી રાત્રે ૯ઃ૦૦ થી ૧૧.૩૦ સુધી ચૈતન્ય દેવીઓ ની ઝાંખીના દર્શન કાર્યક્રમનું ભવ્ય આયોજન આઝાદ ચોક પાસેના એજી સ્કૂલના મેદાનમાં કરવામાં આવ્યું છે. નવલા નોરતાં દરમિયાન ખાસ લોકો શ્રદ્ધા અને ભાવનાથી દેવીઓની પૂજા આરાધના વ્રત અને ગરબા કરવામાં આવતા હોય છે ત્યારે બ્રહ્માકુમારી જૂનાગઢ દ્વારા દેવીઓને જૂનાગઢની ધરતી પર ચૈતન્ય રૂપમાં ઉતારવામાં આવશે એટલે કે દેવિઓ ને તેમના આભૂષણો અને વાહનોમાં સોળે કલાએ શ્રુગારીત કરવામાં આવશે.
ખાસ ત્રણે દિવસ દેવીઓને શહેરના અગ્રણી મહાનુભાવો દ્વારા મહા આરતી પૂજા કરવામાં આવશે ઉપરોક્ત માહિતી આપતાં બ્રહ્માકુમારી વિદ્યાલયના મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી દમયંતી દીદી અને બ્ર.કુ.બીનાબેને લોકો ને બહોળી સંખ્યામાં દેવિઓની ચૈતન્ય ઝાખી ના દર્શન નો લાભ લેવા નિમંત્રણ આપ્યું હતું.