શ્રી ગુર્જર જ્ઞત્રિય સમસ્ત કડિયા ખેડૂત જ્ઞાતિ-જૂનાગઢના ૧૯૬૨થી૨૦૨૩ સુધીનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ બહેનોનું સ્નેહમિલન અને સન્માન સમારંભ યોજાયો

0

શ્રી ગુર્જર ક્ષત્રિય સમસ્ત કડિયા ખેડૂત જ્ઞાતિ બોર્ડીંગ- જૂનાગઢની સ્થાપના ૧૯૬૧-૬૨મા થઇ. જેમાં રહીને જૂનાગઢમાં જુદી જુદી શાળા, કોલેજ, એગ્રીકલચર કોલેજ અને અન્ય અભ્યાસક્રમોમાં બોર્ડિંગની સ્થાપના થઇ ત્યારથી આજ સુધીનાં અભ્યાસ કરી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ બહેનોનો સ્નેહમિલન અને સન્માન સમારંભ પ્રેરણાધામ- ભવનાથ જૂનાગઢ ખાતે ગત રવિવારના રોજ યોજાયો હતો. જેમાં આગલા દિવસે બહારગામ થી આવેલા અને શહેરની આજુ બાજુમાંથી આવેલા ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ બહેનોને રહેવા – જમવાની સુવિધા સાથે રાત્રીના સંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવેલ. જેમાં રાસ મંડળી દ્વારા સરસ મજાના રાસ ઉપરાંત ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ બહેનોએ તેઓના વિદ્યાર્થી કાળની યાદો ને વાગોળવા ઉપરાંત અનુભવો પણ શેર કરી બોર્ડીંગની જૂની યાદો તાજી કરેલ હતી. આ કાર્યક્રમમાં કડિયા બોર્ડિંગનાં મંત્રી શ્રી જે. કે. ચાવડાએ બોર્ડિંગની સ્થાપના થઇ થી આજ સુધીમાં બોડીંગનો વિકાસ અને કન્યા કેળવણીનાં ઉત્થાન અને શ્રી શ્યામ વિધ્યાલયની વાત કરતા જણાવેલકે બોર્ડિંગનું મકાન ગાંધીગ્રામ જૂનાગઢ આવેલ છે, તે જુનું મકાન સરકારશ્રીને ભાડે આપતા ૧૯૯૨ થી ૨૦૧૧ સુધીમાં અંદાજે (૪૨) બેતાલીસ લાખથી વધુ ભાડાની રકમમાંથી નવું ? બે માળનું બિલ્ડીંગ બનાવેલ છે. જેમાં ૧૯૯૭ માં મકાનમાં વધારાનું નું બાંધકામ બનાવી કન્યા છાત્રાલય પણ શરુ કરવામાં આવેલ. અને કુમાર એટલે કે ભાઈઓ માટે અન્ય જગ્યાએ માકન ભાડે રાખી અલગથી વ્યવસ્થા કરેલ હતી. જ્યારે વિદ્યાર્થી ઓ ખુબ ઓછા હતા. ત્યારે સમાજના વિદ્યાર્થીઓ માટે અલગથ વ્યવસ્થા ખોજાવાડ માં ચાલુ કરવામાં આવી. અને આ જગ્યાએ પણ મકાનમાં જરૂરી વધારાનું બાંધકામ સાથે સુધારા વધારા કરી હાલ ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત ૨ બે માળના મકાનમાં ભાઈઓ માટે રહેવાની અલગથી વ્યવસ્થા ચાલુ છે. જે મકાન ગીર્ય વિસ્તાર અને શાળા કોલેજ માં જવા માટે અગવડતા ભર્યું હોય અન્ય વિકસિત જગ્યાએ શૈક્ષણિક સંકુલ બાનાવું જાેઈએ એમ જણાવેલ.
આ અંગે સંસ્થાના પ્રમુખ ધીરૂભાઈ ગોહેલએ જણાવેલકે, આ બોર્ડિંગનાં બાંધકામ કે અન્ય કામ માટે ફાળો ઉઘરાવેલ નથી . ત્યારે આવનારા આપણા સમાજની ભાવી પેઢી માટે આ બોર્ડિંગ માટે શૈક્ષણિક સંકુલ ભવ્ય બનાવી આપણી ભાવી પેઢી માટે કોઈ નક્કર અને સારું આયોજન કરવું જરૂરી છે. તેમ જણાવી આ બોર્ડિંગમાં અત્યાર સુધીમાં રહીને અભાસ કરી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ બહેનો તેની માસિક આવક જેટલી રકમ આ સંસ્થાને ભેટ કે ફાળો આપે તો જૂનાગઢ હાલ શૈક્ષણિક હબ બની રહ્યું છે ત્યારે જૂનાગઢ ખાતે શ્રી કડિયા સમાજનું પણ એક શૈક્ષણિક યુનિટ સંકુલ માટે જૂનાગઢની આજુ બાજુમા જમીન મેળવી કામ થઇ શકે તેમ છે. તેમ જણાવી ઉદાર હાથે ફાળો આપી બોર્ડીંગ પ્રત્યે પોતાનું ઋણ અર્પણ કરે તેમ જણાવેલ.
આ તકે ખાસ ઉપસ્થિત રહેલ જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર એ જણાવેલ કે સમાજ સંગઠિત છે ત્યારે અને છેક ૧૯૬૨ થી ગત વર્ષ સુધી અભાસ કરી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ બહેનો નું સ્નેહમિલન સાથે સન્માન સમાંરભ થયો તે એક સરાહનિય કામ કહેવાય તેમ જણાવી તેઓએ શુભેચ્છા પણ પાઠવેલ હતી.
જેમના હાથે આ કાર્યક્રમ ખુલો મુકવામાં આવ્યો તેવા જૂનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબએ જણાવેલકે, જ્યારે આજથી ૬૨ વર્ષ પહેલા સમાજના આગેવાનો એ જે બોર્ડિંગ બનાવી સમાજના વિદ્યાર્થીઓ માટે ચિંતા કરી તેવીજ ચિંતા અને આયોજન આગામી ૬૦ વર્ષ દરમ્યાન કડિયા સમાજના દિકરા દિકરીઓ માટે આજનાં સમાજના આગેવાને એ કરવી જાેઈએ.માત્ર શિક્ષણ જ નહિ હવેના સમયમાં સંસ્કૃતિનું પણ સાથે સાથે જતન થાય અને બાળકોમાં સંસકારોનું સિંચન થાય તે આજના સમયમાં ખુબ જરૂરી છે. તેઓએ વિશેષમાં જણાવ્યુ કે માતા પિતા વાલી અને બાળકો વચ્ચે જનરેશન ગેપની વાતો થાય છે. તેમાં વાત- ચિત અને સંવાદ દ્વારા સંસ્કાર અને સંસ્કૃતિમાં જનરેશન ગેપ ન રહે તે માટે સમાજના આગેવાનો, માતા પીતા અને બાળકો વચ્ચે ખુબ નજીકથી સંવાદ થવો ખુબ જરૂરી છે.
આ સ્નેહ મિલનમાં લાગભાગ ૪૦૦થિ વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપરાંત ભૂતપૂર્વ ગ્રહપતી, ગૃહમાતા, આચાર્ય ઉપરાંત સેવા સંસ્થા દ્વારા ચલાવેલ કલાસીસનાં વિદ્યાર્થીઓ આર્મી, અર્ધ લશ્કરી દળો અને અન્ય જગ્યાએ સિલેક્ટ થયેલા ઉમેદવારો ઉપરાંત દાતાઓનું પણ ખેસ, શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ
આ કાર્યક્રમને મૂર્તરૂપ બાનાવવા માટે ખાસ કરીને સેવાના વજુભાઈ કાચા, નિશાંતભાઈ ચૌહાણ, હિતેશભાઈ ચાવડા, નરેશભાઈ રાઠોડ, કમલેશભાઈ કાંકરેચા, સહીત બોર્ડિંગના હોદ્દેદારો જે. કે. ચાવડા, કિશોરભાઈ ચોટલીયા, સમાજના હોદ્દેદારો દિનેશભાઈ કાચા, કાળુભાઈ ચોટલીયા, હરિભાઈ મોરવાડિયા, વિભાગીય વડાઓ સહીત તમામ આગેવાનોએ ખુબ જહેમત કરેલ હતી તેમ બોર્ડિંગનાં મંત્રી જે. કે. ચાવડાની યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!