દ્વારકા રઘુવંશી પરિવાર દ્વારા આયોજીત ઓખામંડળ સમસ્ત રઘુવંશી પરિવાર માટે દ્વારકામાં રવિવારે શરદ રાસોત્સવ ઉજવાશે

0

દ્વારકામાં ઓખામંડળ સમસ્ત રઘુવંશી પરિવાર માટે દ્વારકાની ૧૩૬ વર્ષ જુની ગૌશાળાના વિશાળ પટાંગણમાં આગામી તા.ર૯-૧૦-૨૦૨૩ ને રવિવારના રોજ રાત્રિના ૮-૩૦ કલાકેથી શરદ રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. દ્વારકા તાલુકા કક્ષાના આ રાસોત્સવના આયોજન માટે તડામાર તૈયારી ચાલી રહી છે. આ રાસોત્સવમાં સૌરાષ્ટ્રના જાણીતા સીંગરો મયુરી ગજ્જર તથા આશિષ ઝાલા લાઈવ ઓરકેસ્ટ્રા સાથે ધૂમ મચાવશે. ખેલૈયાઓમાં રાસોત્સવ અંગે જબરો ઉત્સાહ જાેવા મળી રહયો છે. શરદ રાસોત્સવમાં ઓખામંડળના રઘુવંશી રાસપ્રેમી ખૈલેયાઓને પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવે છે. રાસોત્સવના આયોજનને સફળ બનાવવા માટે રઘુવંશી સમાજના આગેવાન તથા યુવાનો જહેમત ઉઠાવી રહયા છે.

error: Content is protected !!