જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ભાવપુર્વક ઉજવણી

0

જૂનાગઢ અંખડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈપટેલની આજ તા.૩૧ ઓકટોબરના રોજ જન્મજયંતિની ભાવભેર, શ્રધ્ધાભેર ઉજવણી જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અને દેશભરમાં કરવામાં આવી રહી છે. અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. દેશની આઝાદી અપાવવામાં મહત્વનું યોગદાન આપનારા ભારત માતાના વીર સપુતો અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું પણ ઋણ ભારતવાસીઓ માટે મહત્વનું રહ્યું છે. ભારત દેશ આઝાદ થવાની ક્ષણે સમગ્ર દેશને એક સુત્રતાએ બાંધવા માટે તેમજ અખંડ ભારતના ઘડવૈયા એવા સરદાર વલ્લભભાઈ પટેલ કે જેને લોખંડી પુરૂષ તરીકે પણ વિરાટ વ્યકિતવ્ય ધરાવતા સરદાર સાહેબની કુનેહભરી કામગીરીને કારણે અનેક પ્રશ્નો અને ગુંચવાયેલા કોકડાનું નિરાકરણ આવ્યું હતું. ર૦ર રજવાડાઓના વિલીનીકરણનો પેચીદો પ્રશ્ન પણ સરદાર સાહેબની કુનેહભરી કામગીરીના કારણે શકય બન્યું હતું. આ ઉપરાંત જૂનાગઢનો મુકિત સગ્રામમાં પણ સરદાર સાહેબનું મહત્વનું યોગદાન રહ્યું હતું. સમગ્ર ભારતને એક દેશ એક નારો અને એક સુત્રતાથી બાંધી આપનારા અને ભારતની એકતા અને અખંડીતતાના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલના આપણે કાયમી ઋણી છીએ. આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે આજે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અને દેશભરમાં અનેકવિધ કાર્યક્રમો સાથે સરદાર વલ્લભભાઈ પટેલની ભાવપુર્ણ શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી રહી છે. જૂનાગઢ શહેરમાં પણ વિવિધ સંસ્થાઓ, સેવાકીય સંસ્થાઓ, રાજકીય પક્ષો વિગેરે દ્વારા પણ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતરની આટી પહેરાવી અને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!