ગિરનાર ગુરૂ દત્તાત્રેય શિખર કેસમાં સ્થળ પર પંચનામુ, પુજારીના નિવેદન લેવાયા

0

ગિરનાર ગુરૂ દત્તાત્રેય શિખર કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ આગળ ધપાવી સમગ્ર મામલાના મૂળ સુધી પહોંચવા કમર કસી છે. ગિરનાર ઉપરના ગુરૂ દત્તાત્રેય શિખર ઉપર કરવામાં આવેલી ધમાલ અને પૂજારી દિપકબાપુને દર્શન કરતી વખતે ધક્કો મારી તેમજ ગુરૂ દત્તાત્રેય ભગવાનની ચરણ પાદુકાને નુકસાન કરવાના ઇરાદે ખુરશીનો ઘા કરી મૂર્તિ તોડવાની કોશિષ કરી હતી. તેમજ અશોભનીય વર્તન કરી ‘ગિરનાર હમારા હૈ હમ લેકે રહેંગે’ જેવા ઉશ્કેરણીજનક સૂત્રોચાર કરી પૂજારીને મારી નાખવાની ધમકી આપી વીડિયો ગત તા.૧ ઓકટોબરના રોજ થયેલ. વીડિયો અને ગિરનાર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી કૈલાશભાઈ સુરેશચંદ્રભાઈ પુરોહિતની ફરિયાદના આધારે ૨૭ ઓકટોબરની રાત્રે ભવનાથ પોલીસ સ્ટેશનમાં નામજાેગ સુધીર સોહનલાલ બજ જૈન રહે. કોપરગાવ, સંગીતાબેન સુધીરભાઇ જૈન રહે. કોપરગાવ, રાજેશ જૈન રહે. જબલપુર, ખુશાલ જૈન રહે. ડુંગરપુર, રીચા જૈન રહે. જબેરા, સુમત જૈન-દિગંબર સમોસણ મંદિર ભવનાથ અને સંજયભાઇ-મેનેજર દિગંબર ધર્મશાળા ભવનાથ સહિત ૭ વ્યક્તિ વિગેરે કુલ ૨૦૦ લોકો સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. દરમ્યાન તપાસનીશ સીપીઆઈ આર. એમ. વસાવાએ જણાવ્યું હતું કે, ફરિયાદી કૈલાશભાઇ પુરોહિતને ઉપસ્થિત થવા જણાવવામાં આવ્યું હતું. પરંતુ તેઓ નહિ આવતાં તેમને નિવેદન અને વીડિયો સંબંધી પુરાવા રજૂ કરવા ઉપરાંત આરોપીઓના પુરા નામ આપવા માટે જણાવવામાં આવ્યું છે.

error: Content is protected !!