કેશોદ નજીકથી કારમાં બે શખ્સો દારૂ સાથે ઝબ્બે, ૨ નાસી ગયા

0

કેશોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જેતપુર સોમનાથ કેશોદ બાયપાસ ખાતે કેવદ્રા ગામના પાટીયા પાસે વાહન ચેકીંગ દરમ્યાન રાત્રિના દોઢ વાગ્યાની આસપાસ જીજે-૦૫-જેએન-૬૮૯૧ નંબરની કાર પસાર થતાં પોલીસે કારને રોકીને તલાશી લેતા કારની વચ્ચેની સીટ ઉપરથી ઇંગ્લિશ દારૂની નાની મોટી ૧૭૦૦ બોટલ સાથેનો થેલો મળી આવ્યો હતો.પોલીસે કાર અને દારૂ મળી કુલ રૂપિયા ૨,૦૧,૭૦૦ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ સાથે કેશોદની મેઘના સોસાયટીમાં રહેતો લાલાભાઈ દિનેશભાઈ કુવાડીયા અને ગાંધીનગર સોસાયટીનો સાહિલ હુસેનવ્હાઈ દલની ધરપકડ કરી હતી. જ્યારે આ ઇસમોની સાથે કેશોદનાં ઉતાવળી નદી વિસ્તારમાં રહેતો નિલેશ ઉર્ફે લાલો સાગઠીયા અને રણજીત ઉર્ફે કાનો લખમણભાઈ પરમાર નામનાં શખ્સો નાસી જતા બંને વિરૂદ્ધ ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!