ઓખા પેસેન્જર જેટી યાત્રિકો-મુસાફરો માટે અનેક સમસ્યાઓ અને હાડમારીઓનું કેન્દ્ર : છત ઉપર લટકે છે જાેખમ

0

શૌચાલયમાં જંળુબતા મોતથી દૂર રહેવું હિતાવહ : આ ઉપરાંત અહીં ગંદકી, કચરો, અને દુર્ગંધનું સામ્રાજ્ય : જેટીની અંદર જતાં રસ્તાની બંને બાજુ બજાર ઉપરાંત ગેરકાયદેસર વાહન પાર્કિંગ : પાર્કિંગ પોઇન્ટથી જેટી સુધી ય્સ્મ્ની સ્ટ્રીટ લાઈટ કાયમી બંધ હોવાથી રાત્રે હજારો યાત્રિકો અંધારામાં ભગવાન ભરોસે : જેટી ઉપર પીવાના પાણીની કોઈ જ વ્યવસ્થા નથી, આપએ ફરજિયાત રોકડા દઈને પાણી ખરીદવું પડશે

ગુજરાત સરકારનાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને પર્યટન વિભાગ કરોડો રૂપીયા અનેક યોજનાઓ પાછળ યાત્રિકોને સવલતો અને સુવિધાઓ માટે ખર્ચ કરે છે પરંતુ જ્યાં સુધી છેવાડાનાં વિસ્તારનું સરકારી તંત્ર અને બાબુઓ નહીં સુધરે ત્યાં સુધી આ ખર્ચાઓ પાણીમાં ગરક જ થશે ! આવો જ એક કિસ્સો દેવભૂમિ દ્વારકાનાં ઓખા ખાતે આવેલ ગુજરાત મેરી ટાઈમ બોર્ડ સંચાલિત પેસેન્જર જેટી પ્રકાશમાં આવ્યો. ઓખાથી બેટ-દ્વારકા જવા માટે બંને બાજુએ જીએમબી સંચાલિત ફેરી સર્વિસ બોટની જેટ્ટીઓ આવેલી છે. વર્ષોથી આ બંને જેટી અને ફરી સર્વિસ બોટનું સંચાલન ઓખા જીએમબી કરે છે. છેલ્લા કેટલાય સમયથી અહીથી મુસાફરો-યાત્રિકોની અનેક પ્રકારની સમસ્યાઓ મુસીબતોની ફરિયાદો આવે છે. આપ જ્યારે પણ બેટ જવા જેટી નાં પ્રવેશદ્વારમાં પ્રવેશ કરો ત્યારે શરૂઆત માં જ કચરો ગંદકી આપનું સ્વાગત કરશે. આગળ જતાં બંને બાજુ ફેરિયાની દુકાનોનું દબાણ આવશે. ચાલવા માટે રસ્તો છે તેટલી જ જગ્યા આ ફેરિયાઓ એ રોકેલી છે. તેનાથી આગળ જતાં સરકારી, દૃૈॅ અને લાગવગિયાઓનાં સ્કૂટર અને મોટર પાર્ક કરેલ જાેવા મળશે. જે જગ્યા ઉપર દુકાનો લગાવીને ફેરિયાઓએ પાથરણા કર્યા છે તેની પાછળ ખૂબ ગંદકી કચરો પડેલો જાેવા મળશે અને જાે ભૂલ ચૂકે આપ સુલભ સૌચલાયનાં ઉપયોગ કરવાનું વિચાર્યું તો આપ કદાજ મોટી મુસીબતમાં ફસાઈ શકો ! કારણ કે ત્યાં અત્યંત દુર્ગંધ, કચરો અને ગંદકી આપ ને અકળાવી દેશે ! માની લ્યો કે તે આપ કદાજ તે સહન કરીને અંદર પ્રવેશ કરી ગયા તો નવી આફત આપને દેખાશે. શૌચાલયનું આખું બિલ્ડિંગ જર્જરિત છે ! પુરૂષ અને મહિલા બંને વિભાગની છતોમાંથી પોડા પડે છે ઉપરાંત પુરૂષ વિભાગનાં ભાગે અડધું બિલ્ડિંગ પડું પડું થઈ રહ્યું છે ! રૂા.૧૦ ઉઘરાવી લેવામાં આવે છે પણ અંદર પૂરતા પ્રમાણમાં લાઈટ પણ નથી. આવી હાલતમાં પણ આ સુલભ શૌચાલય યાત્રિકોની સેવામાં તંત્ર એ કાર્યરત રાખ્યું છે તે આશ્ચર્ય બાબત કહી શકાય ! જ્યારે આપ ટિકિટ બારીમાં લાઈનમાં ઊભીને ટિકિટ મેળવવા જાઓ તો આપને ઘણી મુસીબતોનો સામનો કરવો પડશે ! ટિકિટ બારીને ચારે કોરથી દ્વિચક્રી વાહનોએ ઘેરી લીધી હશે. ટ્રાફિક નિયમન કે કોઈ સુચારૂ વ્યવસ્થાનું આપને નામોનિશાન જાેવા નહિ મળે ! આ અંગે ઓખા જીએમબી તંત્રની તપાસ કરતા જાણવા મળ્યું કે ત્યાં પૂરતો સ્ટાફ નથી ! શ્રીમાન મિશ્રા કરીને કોઈ પોર્ટ ઓફિસર હાલ ચાર્જમાં છે, ઉપરાંત ટ્રાફિક ઓફિસર, હેડ ક્લાર્ક અને અન્ય પદો ખાલી પડ્યા છે. કાર્યપાલક ઇજનેર શ્રીમાન પવાર પોરબંદરથી ચાર્જમાં અહી પણ ફરજ બજાવે છે.

error: Content is protected !!