જૂનાગઢ મહાનગરમાં સંજરી સોશ્યલ ટ્રસ્ટ દ્વારા અનેક વિધ કાર્યક્રમો કરવામાં આવે છે જે પૈકી ગત રવિવારે ફરઝાના હોલ ધારાગઢ રોડ જૂનાગઢ ખાતે વિશાળ જન સમુદાયની હાજરીમાં અગિયાર નવ દંપતી ઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા.
અગિયાર નવ દંપતીઓએ નિકાહની પવિત્ર વિધિના માધ્યમથી જાેડાઈ એક મેકને જીવનભર સાથ નિભાવવાના કોલ આપ્યા હતા. આ તકે સંજરી સોશ્યલ ટ્રસ્ટના પ્રમુખ વહાબભાઈ કુરેશી, ઉપપ્રમુખ હનીફભાઇ, રાજ સુમરા દ્વારા હિન્દુ-મુસ્લિમ દાતાઓની સહાયના માધ્યમથી નવ દંપતીઓને પલંગ પથારી સહિત ઘર વખરીની ૭૪ જેટલી વસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી. આ તકે કોમી એકતા રાષ્ટ્રિય એકતા સમિતિના ઇબ્રાહિમભાઈ કુરેશી, બટુકભાઈ મકવાણા, જિશાન હાલેપોત્રા, રજાકભાઈ મહીડા પૂર્વ નગર સેવક, પરવેઝબાપુ કાદરી, અમાન દુરવેશ એડવોકેટ, રઈસભાઈ મુલ્લા, જાફરભાઇ બાસઠિયા એડવોકેટ, ઉંમરભાઈ હાલેપોત્રા, હુસેનશા શાહમદાર, ઈમ્તિયાઝભાઈ કુરેશી, સોહેલ સિદ્દીકી સહિતનાએ હાજરી આપી હતી.