ગરવા ગિરનારની લીલી પરિક્રમાના આયોજન માટે આવતીકાલે મહત્વની બેઠક

0

ભાવિકોની સુવિધા, રસ્તા, પાણી, લાઈટ સહિતના પ્રશ્નો તેમજ સલામતી સહિતના પ્રશ્ને લેવાશે નિર્ણય

જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનાર ફરતે ૩૬ કિલોમીટરની લીલી પરિક્રમા દર વર્ષે યોજાય છે અને આ પરિક્રમામાં ૧૦ લાખ કરતા પણ વધારે ભાવિકો સેવાનું પુનિત ભાથું બાંધવા ઉમટી પડે છે. ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ રચાય છે અને જંગલમાં મંગલ જેવું વાતાવરણ સર્જાય છે. દેવદિવાળીના દિવસથી લીલી પરિક્રમાનો પ્રારંભ થાય છે ત્યારે આ વર્ષે પણ આગામી લીલી પરિક્રમાના આયોજન માટે આવતીકાલે એક મહત્વની બેઠક કલેકટર કચેરી ખાતે યોજવામાં આવી રહીછે. ટુંક સમયમાં ગિરનારની લીલી પરિક્રમા યોજાવાની છે. લીલી પરિક્રમાના આયોજ માટે તા.૧ના રોજ કલેકટર કચેરી ખાતે સંબંધિત અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી છે. ગિરનારની પરિક્રમામાં લાખો યાત્રિકો આવતા હોવાથી સરકારના અલગ-અલગ વિભાગ દ્વારા પરિક્રમા રૂટ ઉપર તૈયારીઓ કરવામાં આવે છે. અલગ-અલગ વિભાગ દ્વારા પરિક્રમાની શું તૈયારી કરવામાં આવી તે અંગે કલેકટર દ્વારા ઉચ્ચ અધિકારીઓ પાસેથી રિવ્યુ લેવાની બેઠકનું આયોજન કરાયું છે. ગિરનારની લીલી પરિક્રમા દરમ્યાન લાખો યાત્રિકો પુણ્યનું ભાથું બાંધવા આવે છે. ગિરનારની ફરતી તરફ ૩૬ કિલોમીટર જંગલના એરિયામાં પરિક્રમા યોજાય છે. ત્યાં વન્યપ્રાણીઓનો વસવાટ હોવાથી યાત્રિકોને રક્ષણ આપવું, જંગલને પ્રદુષિત થતું અટકાવવાના પ્રયાસો, કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેનું આયોજન, પરિક્રમા કરવા આવતા યાત્રિકો માટે મેડિકલ ઈમરજન્સીની વ્યવસ્થા, સેવાભાવી સંસ્થાઓ દ્વારા પરિક્રમા રૂટ ઉપર શરૂ કરવમા આવતા અન્નક્ષેત્રની વ્યવસ્થા સહિતના અનેક આયોજન દર વર્ષે અગાઉથી કરવામાં આવે છે. તા.ર૩થી ર૭ નવેમ્બર દરમ્યાન પરિક્રમા યોજાવાની છે. તે પુર્વે સરકારના તમામ વિભાગો સાથે સંકલન કરી પરિક્રમાનું સુચારૂ આયોજન માટે દર વર્ષે કલેકટર કચેરી ખાતે અધિકારીઓ, પદાધિકારીઓ, પરિક્રમા સાથે જાેડાયેલા આગેવાનોની બેઠક યોજાય છે. તેવી રીતે આ વર્ષે પરિક્રમાના આયોજનને લઈ કલેકટર દ્વારા તંત્રના ઉચ્ચ અધિકારીઓની બેઠક તા.૧-૧૧-ર૦ર૩ના કલેકટર કચેરી ખાતે સવારે ૧૦ઃ૩૦ વાગ્યે બોલાવવામાં આવી છે. આ બેઠકમાં તંત્ર દ્વારા આયોજન થઈ ગયા બાદ બીજી બેઠક બોલાવવામાં આવે તેવી શકયતાઓ છે.

error: Content is protected !!